ઉપનિષદમાં એક કથા છે,
ભગવાન કોઈ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું,
“વરદાન માંગ”.
ભક્તે કહ્યું, “પ્રભુ, હું શું માંગું?
હું શું જાણું?
તમે તો બધુંય જાણો છો.
તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!”
અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો.
આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે.
માટે સકામ પ્રાર્થના ન કરીએ.
- વિનોબા ભાવે