Tuesday, January 4, 2011

તમે સાચા વિદ્યાર્થી બનજો.

તમે સાચા વિદ્યાર્થી બનજો.
પુષ્કળ જ્ઞાન મેળવજો.
એ જ્ઞાન એટલે વાંચન તો ખરું જ પણ માત્ર વાંચન નહિ.
વાંચનથી જે જાણો અને સમજો તેને
અનુભવની કસોટી ઉપર ચઢાવજો અને
તમારી આસપાસનું અવલોકન કરી
મેળવેલા જ્ઞાનની પરીક્ષા કરજો.
જિજ્ઞાસાવૃત્તિ-જ્ઞાન પ્રાપ્ત કરવાની


ભૂખ સદાયે જલતી રાખજો.
એ ભૂખ માનસિક તંદુરસ્તીની નિશાની છે.