Friday, January 7, 2011

ટીચર્સ ટ્રેઈનીંગ સેમિનાર




     નવયુગ સ્કુલ મોરબી તથા નવયુગ સંકુલ વિરપરના સયુંકત ઉપક્રમે શ્રી કાંજીયા સર ની આગેવાની હેઠળ તારીખ ૨૫/૧૨/૨૦૧૦ થી ૨૭/૧૨/૨૦૧૦ એમ ત્રણ દિવસ નો ટીચર્સ ટ્રેઈનીંગ સેમિનાર યોજાઈ ગયો...
 
        શિક્ષકો સતત કંઇક નુતન મેળવતા રહેવું જોઈએ તે બાબતના હેતુને ધ્યાન માં રાખી આ શિક્ષક સેમિનાર પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સર ના માર્ગદર્શન હેઠળ યોજાયો. 

       જેનો લાભ નવયુગ ના સંચાલક સહીત ૧૨૦ શિક્ષક ભાઈબહેનો એ લઇ પોતાના જ્ઞાનના ભાથામાં કંઇક નવા સ્ત્રોતો ઉમેરેલ છે..

        આ સેમિનાર માં વક્તા તરીકે , શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ, સ્વામી શ્રી ધર્મબંધુજી, પ્રાંસલા, સૌરાષ્ટ્ર યુની. ના ભૂતપૂર્વ ઉપકુલપતિ, શ્રી કલ્પકભાઈ ત્રિવેદી, શ્રી કનુભાઈ કરકર સાહેબ , શ્રી શૈલેશભાઈ સગપરીયાસાહેબ, શ્રી ડો. સતીશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ફેફર, શ્રી પરેશભાઈ દલસાણીયા તેમજ શ્રી જય વસાવડા સાહેબ....જેવા તજજ્ઞોએ પોતાની આગવી છટામાં શિક્ષકોને ઉત્તમ કક્ષાનું શૈક્ષણિક માર્ગદર્શન આપેલ હતું....