Monday, January 24, 2011

આવતી કાલે ૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન ( કે દીન?) છે.


            આવતી કાલે ૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન(કે દીન?) છે. આ વખતે લાલચોક, કાશ્મીરને લઈને કદાચ પાછલા થોડા વર્ષ કરતા દેશ દાઝ વધુ દેખાય છે. કારણ બધાને ખબર છે પરંતુ મને આ સ્પિરિટલાંબો સમય ટકે એમા શંકા લાગે છે. આવો જ સ્પિરીટ ૧૯૯૨માં મુંબઇ ધડાકા પછી દેખાતો હતો અને પાછુ કરગીલ વખતે પણ હતો (સ્પિરિટ ને હતો કેવાય કે હતી તે મને ખબર નથી). પાછા આ સ્પિરિટ કંધહાર વખતે દેખા દિધીતી અને આ જ સ્પિરિટઅક્ષરધામ વખતે અને સંસદ પર હુમલો થયો ત્યારે પણ દેખાયો હતો. તે પછી તો આસ્પિરિટ મહીને એકાદ વાર જોવા મળે છે. અને ક્યારેક તો મહીનામાં બે-ચાર વાર જોવા મળે છે અને આ વખતે તે તેની ચરમ સિમા પર જોવાઇ રહ્યો છે. પરંતુ આપણામાં એવુ તો શુ છે કે આપણે આ સ્પિરિટને લાંબો સમય સુધી સાચવી નથી રાખી શકતા. આસ્પિરિટનું આવન જાવન બહું થાય છે અને ક્યારેક તો ધરાર લાવવો પડે છે, બિજુ બોમ્બ બ્લાસ્ટ કે આંતકવાદી હુમલા સિવાય આ સ્પિરિટ પાછો આવતો પણ નથી. કદાચ આપણે આ સ્પિરિટને આઝાદીની લડાઇમાં એકલો વાપરી નાખ્યો કે હવે મહામહેનતે પાછો આવે છે અથવા તો આઝાદી મળી ગયા પછી આપણે તેની ક્યારેય જરુરીયાત ના લાગતા જીવન માંથી બહરનો રસ્તો બતાવી દિધો. જે હોય તે પણ વર્ષમાં ઓછામાં ઓછા બે દિવસતો આ સ્પિરિટને બોલાવામાં આવે છે.  
             શું કોઇ દેશમાં જે તે દેશવાસીઓમાં દેશપ્રેમ જગાડવો પડે તેનાથી બિજી કોઇ કરુણ ઘટના બાબત હોય શકે ? અને આ સ્પિરિટ ફક્ત આવા હુમલા જેવા બાહ્ય આતંકવાદ વખતે જ કેમ જાગે છે ? ચુટણી ટાઇમે કે પછિ ભ્રષ્ટાચાર, બેઇમાની, લાગવગશાહી,જાતિવાદ,પ્રાન્તવાદ વગેરે જેવા આંતરીક આંતકવાદ વખતે કેમ નથી જાગતો ? જ્યારે આપણી આત્મા જાગશે ત્યારે આ સ્પિરિટ પણ આપ મેળે જાગશે તેને પછી જગાડવો નહી પડે અને ત્યાં સુધી આવતા આવા દરેક પ્રજાસત્તાક કે સ્વાતંત્ર દિનનહી દીન જ રહેશે.વિચાર જો મારી વાત પર.
જય(ખરેખર?) હિન્દ

............... મારી સવેદના પરથી સાભાર