Monday, January 31, 2011

BODHAK VARTA : ઈશ્વરનો અદલ ઈન્સાફ

ઈશ્વરને ન્યાયી કહેલ છે. પરંતુ જ્યારે ધર્મીને ઘેર ધાડ પડે, લુચ્ચા લફંગા એશઆરામ કરે ત્યારે મનમાં શંકા આવી જાય છે. પણ ઈશ્વરના દરબારમાં કેટલો અદલ ઈન્સાફ છે તેની આ રહી વાર્તા. એક હતો બ્રાહ્મણ. તે કાશીએ ગયો અને શાસ્ત્ર પુરાણોનો ખૂબ અભ્યાસ કરીને પંડિતજી બની ગયો. તે બીજાની શંકાઓનું નિવારણ કરતો પણ તેના મનમાં ઈશ્વર ન્યાયી છે કે કેમ ? તેની શંકા હતી.
એક દિવસ પંડિતજી ફરતા ફરતા એક મોટા જંગલમાં ગયા. જંગલમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો હતાં. વૃક્ષો ઉપર જાત જાતનાં ફળ બાઝ્યાં હતાં. વડનું વિશાળ વૃક્ષ પણ તે ઉપર ઝીણા ઝીણા ટેટા લાગેલા હતા. પંડિતજી થોડે દૂર ગયા ત્યાં એક ખેતર આવ્યું. ખેતરમાં કોળાના વેલા જોયા. વેલા ઉપર મોટાં મોટાં કોળાં બાઝેલાં હતાં. આવું જોઈને પંડિતજીને થયું કે આ તે વળી ઈશ્વરનો ન્યાય કહેવાય ? આવડું મોટું વડનું ઝાડ પણ તેનું ફળ ઝીણું બબૂકડું અને નાનકડા વેલા પર સવામણનું કોળું ! બોરડીનું મોટું ઝાડ પણ એનાં બોર ઝીણાં ઝીણાં, નાના ઝાડ ઉપર ફળ આ તે કંઈ ઈન્સાફ કહેવાય ! પંડિતજી બાગ, બગીચા અને નદી, નાળાંને જંગલો ખૂંદી વળ્યા પણ તેમની શંકાનું સમાધાન ન થયું. બપોર થઈ. તડકો કહે મારું કામ એટલે પંડિતજી વડલાના ઝાડ નીચે શીળીછાયામાં આરામથી સૂઈ ગયા. એમના મગજમાં ઈશ્વરના ન્યાય વિષેના વિચારો ચાલતા હતા. એટલામાં પંડિતજી ઊંઘી ગયા.
થોડી વાર થઈ એટલે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. પવનની ઠંડી ઠંડી લહેરોમાં પંડિતજીને સરસ ઊંઘ આવી ગઈ પણ બન્યું એવું કે પવનના સુસવાટાભર્યાં મોજાંઓ વડના ઝાડને અથડાયાં અને બે-ચાર ટેટા નીચે ખરી પડ્યા. ખરેલા ટેટા પંડિતજીના કપાળમાં વચ્ચોવચ જ પડ્યા. કંઈક પડ્યું જાણી પંડિતજી એકદમ જાગી ગયા અને જોયું તો વડના ટેટા તેમના માથા પર પડ્યા હતા. પંડિતજીને તરત ભાન થઈ આવ્યું કે વાહ, પ્રભુ વાહ ! મને તારા ન્યાયમાં શંકા હતી. પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે તું તો અદલ ઈન્સાફ વાળો છે. જો આવડા મોટા વડના વૃક્ષ પર મોટા ફળ મૂક્યાં હોત તો કોઈ પણ તેની છાયામાં આરામ કરી ન શકત. એટલા જ માટે તેં મોટા વૃક્ષને નાનાં ફળ અને નાનાને મોટાં ફળ આપ્યાં છે.
             આ પરથી આપણે પણ સમજી લેવાનું એટલું જ કે ઈશ્વર તો ન્યાયી છે. તેના ન્યાયમાં જરા પણ શંકા રાખવી ન જોઈએ.

Sunday, January 30, 2011

Naukri.... સર્વ શિક્ષા અભિયાન મિશન ssagujarat દ્વારા તાલુકા કક્ષા એ )"બ્લોક રિસોર્સ પર્સન " (B.R.P.) ની ભરતી

B.A., B.Sc., B.Ed. લાયકાત ધરાવનાર 
૩૫ વર્ષ ની વય મર્યાદા વાળા ઉમેદવારો માટે 
સર્વ શિક્ષા અભિયાન મિશન ssagujarat દ્વારા 
તાલુકા કક્ષા એ ટીચર્સ ટ્રેઈનીંગ શાખા અંતર્ગત 
પ્રત્યેક તાલુકા દીઠ ૫ (પાંચ )"બ્લોક રિસોર્સ પર્સન " (B.R.P.) ની જગ્યા માટે
વધુ માહિતી માટે તેમજ ONLINE અરજી માટે
અથવા

પર સંપર્ક કરી શકો છો.

GPSC એટલે શું ???? અને GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી ,નાયબ મામલતદારની બહાર પડેલ ભરતી વિશે....



 GPSC (Gujarat Public Service Commission)
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે શું ????
સંગઠનની વિગતો દર્શાવતો ચાર્ટ : ગુજરાત જાહેર સેવા આયોગનું વહીવટી માળખું.

ભારતના દરેક રાજ્યમાં જાહેર સેવા આયોગની રચના કરવાની જોગવાઈ સંવિધાનની કલમ-૩૧૫(૧)માં થઈ છે. તદનુસાર ગુજરાત જાહેર સેવા આયોગની રચના તારીખ: ૧૮/૦૫/૧૯૬૦ના જાહેરનામાથી તારીખ: ૦૧/૦૫/૧૯૬૦થી કરવામાં આવેલી છે.
જાહેર ઉદ્દેશ/હેતુ:
રાજ્યમાં વહીવટમાં ઉચ્ચ હોદ્દા ઉપર યોગ્ય ઉમેદવારોની નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે પસંદગી થઈ શકે તેવો આયોગની રચનાનો હેતુ છે. આ હેતુના સંદર્ભમાં આયોગને ભારતીય બંધારણની કલમ-૩૨૦માં દર્શાવેલા કાર્યો સોંપાયેલા છે, જેને નીચે મુજબ વર્ગીકૃત કરેલા છે.
આયોગનાં બંધારણીય કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન:
ભારતના સંવિધાનની કલમ-૩૨૦ માં દર્શાવેલ આયોગના કાર્યોને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય:
  1. સેવાને લગતા વૈધાનિક નિયમો : કલમ-૩૨૦(૩)(એ) અને (બી).
  2. સીધી ભરતી : કલમ ૩૨૦(૧).
  3. બઢતી કે બદલીથી નિમણુક : કલમ- ૩૨૦(૩)(બી)
  4. શિસ્ત વિષયક દરખાસ્તો : કલમ-૩૨૦(૩)(સી)
  5. સરકારી કર્મચારીઓએ પોતાની ફરજ બજાવતા કરેલા કે કરવા ધારેલાં કાર્યો બદલ તેમની સામે કરાતી કાનુની કાર્યવાહીના બચાવમાં તેમણે કરેલ કાનુની ખર્ચ ભરપાઈ કરવાના કક્કદાવા, કલમ- ૩૨૦(૩)(ડી).
  6. સરકારી કર્મચારીઓને ઘા-ઈજા પેન્શન આપવાના હક્કદાવા, કલમ-૩૨૦(૩)(ઈ)
    આ કાર્યો ભારતના સંવિધાનની કલમ-૩૨૦,ખંડ-૩ના પરંતુક અન્વયે ઘડેલા ગુજરાત જાહેર સેવા આયોગ (વિચાર વિનિયમમાંથી મુક્તિ) વિનિયમો,૧૯૬૦દ્વારા મુકવામાં આવેલ મર્યાદાઓને આધિન છે.
  7. આ ઉપરાંત અન્ય કામગીરી:
    1.
    ભરતીના હેતુ માટે શૈક્ષણિક લાયકાતને માન્યતા આપવાની બાબત.
    2.
    નિવૃત અધિકારીઓને ૧ વર્ષથી વધારે સમય માટે પુન:નિયુક્તિથી નિમણુક આપવાની બાબત; અને 
    3.
    એક વર્ષથી વધુ હંગામી નિમણુક ચાલુ રાખવા અંગેની બાબતોનો સમાવેશ થાય છે. વિનિયમ- ૩(બી) (૨)- ગુ.જા.સે.આ.(વિચાર વિનિયમમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦.

આયોગનાં કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ કરી શકાય:
૧.    સેવાને લગતા વૈધાનિક નિયમો:
આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગ્યાના ભરતી નિયમો સંવિધાનની કલમ-૩૨૦(૩)(એ) અને (બ) ની જોગવાઈ અનુસાર આયોગોના પરમર્શમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે.
૨.     સીધી ભરતી:
આયોગના ક્ષેત્રાધિકારમાં રહેલ રાજ્ય સેવા હેઠળની જુદી જુદી જગ્યાઓ ઉપર સીધી ભરતી બે પ્રકારે કરવામાં આવે છે:
(ક) સીધી ભરતીએ (રૂબરૂ મુલાકાત, જરૂર પડ્યે પ્રાથમિક કસોટી) તથા
(
ખ) સ્પર્ધાત્મક પરીક્ષા ( લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત)
સીધી ભરતીમાં ભરતી નિયમોની જોગવાઈ અને માગણીપત્રક મળ્યા અનુસાર જાહેરાત આપી જાહેરાતની જોગવાઈ સંતોષતા ઉમેદવારોની સીધે સીધી રૂબરૂ મુલાકાત (ઈન્ટર્વ્યુ) લેવામાં આવે છે. પરંતુ જગ્યાના પ્રમાણમાં અરજીનું પ્રમાણ વધુ હોય તો રૂબરૂ મુલાકાત યોજતા પુર્વે રૂબરૂ મુલાકાત માટેના ઉમેદવારોની સંખ્યા મર્યાદિત કરવાના હેતુથી પ્રાથમિક કસોટી લેવામાં આવે છે અને તેના પરિણામના આધારે ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા નક્કી કરવામાં આવે છે. 
સ્પર્ધાત્મક પરીક્ષા: આયોગ દ્વારા નીચે મુજબ ૧૮ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવે છે:
(૧) ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને/અથવા વર્ગ-૨ની જગ્યાઓ.
(
૨) ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) હેઠળની વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ.
(
૩) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ગુજરાતી પ્રતિવેદક, વર્ગ-૨
(
૪) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં અંગ્રેજી પ્રતિવેદક, વર્ગ-૨
(
૫) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં હીન્દી પ્રતિવેદક, વર્ગ-૨
(
૬) અંગત સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર,કક્ષા-૧), વર્ગ-૨
(
૭) અંગત સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર,કક્ષા-૧), વર્ગ-૨
(
૮) રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-૨
(
૯) નાયબ સેક્શન અધિકારી,નાયબ મામલતદાર અને વાણિજ્યિક વેરા નિરીક્ષક, વર્ગ-૩
(
૧૦) કાયદા મદદનીશ, વર્ગ-૩
(
૧૧) માહિતી ખાતાના ભાષાંતરકાર, વર્ગ-૩
(
૧૨) ભાષા નિયામકની કચેરીમાં ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
(
૧૩) કાયદા વિભાગ હેઠળના ભાષાંતરકાર, વર્ગ-૩
(
૧૪) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ભાષાંતરકાર, વર્ગ-૩
(
૧૫) ગુજરાતી સ્ટેનોગ્રાફર, કક્ષા-૨, વર્ગ-૩
(
૧૬) અંગ્રેજી સ્ટેનોગ્રાફર, કક્ષા-૨, વર્ગ-૩
(
૧૭) કારકુન/ટાઈપીસ્ટમાંથી નાયબ સેક્શન અધિકારીની જગ્યાઓ પર નિમણુક માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા.
(
૧૮) નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩માંથી સેક્શન અધિકારી, વર્ગ-૨ની જગ્યાઓ પર નિમણુક માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા.
સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ પ્રકારે લેવામાં આવે છે.
(૧) માત્ર લેખિત પરીક્ષા
(
૨) લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટી
(
૩) લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
આ પરીક્ષાઓ સંબંધિત જગ્યાના ભરતી નિયમોમાં જે પ્રમાણે જોગવાઈ થયેલ હોય તે રીતે યોજવામાં આવે છે.
3.     બઢતીથી કે બદલીથી નિમણુક :
આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની રાજ્ય સેવામાં વર્ગ-૩માંથી વર્ગ-૨; વર્ગ-૨માંથી વર્ગ-૨; વર્ગ-૨માંથી વર્ગ-૧ ની તથા વર્ગ-૧માંથી તેની ઉપલી વર્ગ-૧ની જગ્યા પર બઢતી આપવા માટે સરકારશ્રીના જુદાજુદા વિભાગો તરફ્થી આયોગના પરામર્શ માટે દરખાસ્ત કરવામાં આવે છે. બઢતીના કેસમાં આવી દરખાસ્તો વ્યક્તિગત કરવાને બદલે આગામી એક વર્ષમા ખાલી પડનાર જગ્યાઓને ગણતરીમાં લઈને દરખાસ્ત કરવી તેવી જોગવાઈ છે.
૪.     શિસ્તવિષયક કાર્યવાહીની દરખાસ્તો:
આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા અધિકારીઓને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧હેઠળ નિયત કરાયેલ મોટી શિક્ષા કરતાં પહેલાં તથા ગુજરાત મુલ્કી સેવા નિયમો પ્રમાણે નિવૃતિ બાદ પેન્શન કાપ કરવા માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા આયોગનો પરામર્શ કરવામાં આવે છે. સરકારે સુચવેલ શિક્ષા યથાવત રાખવા કે તેમાં વધારો/ઘટાડો કરવો જરૂરી હોય તો તે અંગે આયોગ સલાહ આપે છે.
૫.     અન્ય કામગીરી:
આ ઉપરાંત 
(
૧) બદલીથી નિમણુક, 
(
૨) ઘા, ઈજા પે ન્શન, 
(
૩) કોઈપણ જગ્યા/સેવામાં ભરતીના હેતુ માટે કોઈપણ સંસ્થાની પદવી(ડીગ્રી), ડિપ્લોમા, સર્ટિફિકેટ ઈત્યાદિને માન્યતા આપવાની બાબત, 
(
૪) અધિકારી/કર્મચારીની પુન: નિયુકતિ, 
(
૫) સરકારી કર્મચારીઓ સામે કરવામાં આવતી કાનુની કાર્યવાહીના ખર્ચના હક્ક્દાવા,
(
૬) આયોગનો વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ કરવો વગેરેની કામગીરી આયોગ દ્વારા કરવામાં આવે છે.
આયોગની તમામ કામગીરી/કાર્યવાહી સુવ્યવસ્થિત અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે આયોગની કૂલ ૧૫ શાખાઓમાં કાર્ય વિભાજન્ કરીને આયોજન કરાય છે.
સેવાઓની યાદી અને તેનુ સંક્ષિપ્ત વિવરણ:
આયોગ દ્વારા ઉમેદવારોની ભરતી, બઢતી અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે સરકારને સલાહ આપવાની કામગીરીમાં શ્રેષ્ઠ ગુણવત્તા જાળવીને તેની સાથે સંલગ્ન સરકારી વિભાગોમાં પસંદગીનાં ઉચ્ચ ધોરણો સ્થાપવા તથા ઉમેદવારો અને મુલાકાતીઓને જોઈતી માહિતી, નાગરિક અધિકારપત્ર, સુચનાઓ, રૂબરૂ મુલાકાત અને પ્રસારણ માધ્યમો મારફતે તેમજ રૂબરૂ મુલાકાત દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડી તેમની નાગરિક સુવિધાઓ/સગવડોમાં વધારો કરવા તથા ન્યાય કરવા અવિરતપણે પ્રયત્નશીલ છે.



GPSC દ્વારા હાલ બહાર પડેલ ભરતી વિશે....
GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી સચિવાલય, વિધાનસભા, ગુ.જા.સે.આ .તથા નાયબ મામલતદાર ની ખાલી પડેલ જગ્યા માટે તા.૨૮-૧-૨૦૧૧ થી ૨૬-૨-૨૦૧૧ સુધી ONLINE અરજી કરી શકો છો... વધુ માહિતી માટે.... LOG INNNN  કરો .....

ભાગ્યે જ કોઈક ‘મનુષ્ય’ બનવાની દિશામાં પ્રયાસ કરે છે.

60 વર્ષ સુધી સૌ એમ કહે છે 
સમય મળતો નથી ! 
અને  
60 પછી સૌ એમ કહેતા સંભળાય છે કે  
સમય જતો નથી ! 
સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી 
ઈન્ડસ્ટ્રિયલ બૅલ્ટપરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય છે,  
એમ વીતી જાય છે. 
ભાગ્યે જ કોઈક મનુષ્યબનવાની દિશામાં પ્રયાસ કરે છે. 
સૌથી અઘરું કામ પોતાની ઓળખ મેળવવાનું છે ને !

Friday, January 28, 2011

બાળક ના વેધક પ્રશ્નો .....

મામાને ત્યાં વેકેશન માણી પરત ફરેલા બાળકને પિતાએ કહ્યું: 
‘જો સોસાયટીમાં સિમેન્ટના રસ્તા બની ગયા છે 
અને દરવાજો પણ મુકાઈ ગયો છે. 
હવે તમે આરામથી અહીં રમી શકશો.’ 
આ વાત સાંભળી બાળકે વેધક પ્રશ્નો પૂછ્યાં :
‘પપ્પા, હવે પાણી નહીં ભરાય તો હું કાગળની હોડી ક્યાં મુકીશ ?…. 
શું પેલી બકુડી ગાય હવે ઘાસ ખાવા નહીં આવે ?….. 
કહો ને પપ્પા, પેલા કરીમચાચા શાકભાજી લઈને મને ટામેટું આપવા નહીં આવે ? 
અને માટીની ભીની ભીની સુગંધનું શું, પપ્પા ?’

પપ્પા પાસે આનો કોઈ જવાબ હતો નહિ....

યાદ કરો આપને આપણા બાળપણ ને કેવી રીતે માન્યું હતું...
અને આજે.........

Thursday, January 27, 2011

માજીની જુવાની

ઉંમર વધે છે એમ અક્કલ વધે છે. અક્કલ વધે છે એટલે લાંબી વાતને ટૂંકમાં કહેતાં આવડે છે. એ આવડે છે એટલે કહેવતોમાં રસ જાગે છે. વિશ્વભરમાં દરેક પ્રજા પાસે કહેવત છે. કહેવત બૃદ્ધિ કરતાં ડહાપણનો વિષય છે. મોટામાં મોટી વાતને નાનામાં નાની બંદિશમાં કહેવી હોય તો કહેવત અનિવાર્ય છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય છે. એનો લેખક હોતો નથી. એ જનતાની જબાન પર ઊગે છે અને માણસના દિમાગમાં સ્થિર થાય છે. ઘણી વાર થાય છે કે એક કહેવતથી વધારે સારી વાત કહેવાનો બીજો કોઈ માર્ગ છે? 
તેવો જ કિસ્સો તમારા ધ્યાન પર મુકું છું...

માજીની જુવાની
એક માજી વૃદ્ધાવસ્થાને કારણે કમરમાંથી વાંકા વળી ગયા હતા. 
લાકડીના ટેકે ચાલતા જઈ રહ્યા હતા. 
ચાર જુવાનીયાઓ ત્યાંથી પસાર થયા. 
એમણે માજીની મશ્કરી કરતાં કહ્યું, “કેમ માજી વાંકા વળીને શું શોધો છો?”
માજી હોંશિયાર હતા. 
એમણે કહ્યું, “મારા દીકરાઓ, હું મારી જુવાની શોધું છું.

Wednesday, January 26, 2011

જિંદગી અને તમે

તારીખ : આજની જ.

પ્રતિ, 
તમોને જ

વિષય : જિંદગી અને તમે

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય
.
અને છેલ્લે…. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

Tuesday, January 25, 2011

Happy Republic Day

૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન ની
નવયુગ વિધાલય માં દબદબાભેર ઉજવણી
નવયુગ વિદ્યાલય મોરબીના વિધાર્થીઓ દ્વારા
દેશભક્તિ સંગીત, નૃત્ય , વક્તવ્ય જેવા  
શ્રેષ્ઠત્તમ કાર્યક્રમો દ્વારા
પ્રજાસતાક દિન ની આજરોજ ઉજવણી કરવામાં આવેલ....




 Freedom in Mind, 
Faith in Words, 
Pride in our Heart, 
Memories in our Souls. 
Lets Salute the Nation on 
REPUBLIC DAY

 One Nation, 
One Vision, 
One Identity
"No Nation is Perfect, it needs to be made perfect."
Meri Pehchaan Mera India 
Happy Republic Day

 
Watan ki sar bulandi me, humara naam shamil,
Guzarte rehna hai humko sada ese mukamo se.

Saare jahan se achchha Hindusitan humara-humara,
Wish you a very happy Republic





DESH bhakto kai balidaan sai,
SWATNATRA hoai hai hum..
koi puche kon ho to GARV sai kahnge bhartiya hai ham...

****HAPPY REPUBLIC DAY.




Are You Sure You Want To See It? 
Yes. I’m Over 18 
Learn More About Flagging 
31 States, 
1618 Languages, 
6400 Castes, 
6 Religions, 
6 Ethnic Groups, 
29 Major Festivals & 
1 Country! 
Be Proud To Be An Indian!… 
Great Republic 
Happy Republic Day !!

Monday, January 24, 2011

આવતી કાલે ૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન ( કે દીન?) છે.


            આવતી કાલે ૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન(કે દીન?) છે. આ વખતે લાલચોક, કાશ્મીરને લઈને કદાચ પાછલા થોડા વર્ષ કરતા દેશ દાઝ વધુ દેખાય છે. કારણ બધાને ખબર છે પરંતુ મને આ સ્પિરિટલાંબો સમય ટકે એમા શંકા લાગે છે. આવો જ સ્પિરીટ ૧૯૯૨માં મુંબઇ ધડાકા પછી દેખાતો હતો અને પાછુ કરગીલ વખતે પણ હતો (સ્પિરિટ ને હતો કેવાય કે હતી તે મને ખબર નથી). પાછા આ સ્પિરિટ કંધહાર વખતે દેખા દિધીતી અને આ જ સ્પિરિટઅક્ષરધામ વખતે અને સંસદ પર હુમલો થયો ત્યારે પણ દેખાયો હતો. તે પછી તો આસ્પિરિટ મહીને એકાદ વાર જોવા મળે છે. અને ક્યારેક તો મહીનામાં બે-ચાર વાર જોવા મળે છે અને આ વખતે તે તેની ચરમ સિમા પર જોવાઇ રહ્યો છે. પરંતુ આપણામાં એવુ તો શુ છે કે આપણે આ સ્પિરિટને લાંબો સમય સુધી સાચવી નથી રાખી શકતા. આસ્પિરિટનું આવન જાવન બહું થાય છે અને ક્યારેક તો ધરાર લાવવો પડે છે, બિજુ બોમ્બ બ્લાસ્ટ કે આંતકવાદી હુમલા સિવાય આ સ્પિરિટ પાછો આવતો પણ નથી. કદાચ આપણે આ સ્પિરિટને આઝાદીની લડાઇમાં એકલો વાપરી નાખ્યો કે હવે મહામહેનતે પાછો આવે છે અથવા તો આઝાદી મળી ગયા પછી આપણે તેની ક્યારેય જરુરીયાત ના લાગતા જીવન માંથી બહરનો રસ્તો બતાવી દિધો. જે હોય તે પણ વર્ષમાં ઓછામાં ઓછા બે દિવસતો આ સ્પિરિટને બોલાવામાં આવે છે.  
             શું કોઇ દેશમાં જે તે દેશવાસીઓમાં દેશપ્રેમ જગાડવો પડે તેનાથી બિજી કોઇ કરુણ ઘટના બાબત હોય શકે ? અને આ સ્પિરિટ ફક્ત આવા હુમલા જેવા બાહ્ય આતંકવાદ વખતે જ કેમ જાગે છે ? ચુટણી ટાઇમે કે પછિ ભ્રષ્ટાચાર, બેઇમાની, લાગવગશાહી,જાતિવાદ,પ્રાન્તવાદ વગેરે જેવા આંતરીક આંતકવાદ વખતે કેમ નથી જાગતો ? જ્યારે આપણી આત્મા જાગશે ત્યારે આ સ્પિરિટ પણ આપ મેળે જાગશે તેને પછી જગાડવો નહી પડે અને ત્યાં સુધી આવતા આવા દરેક પ્રજાસત્તાક કે સ્વાતંત્ર દિનનહી દીન જ રહેશે.વિચાર જો મારી વાત પર.
જય(ખરેખર?) હિન્દ

............... મારી સવેદના પરથી સાભાર

Sunday, January 23, 2011

શું આને વિકાસ કહી શકાય ????

અગાઉ વાંચન અને કેળવણીથી માણસો બદલાતાં,
ઘર-પોળ-શેરી-સોસાયટી જેમનાં તેમ રહેતાં.
આજે ફ્રીજ, ટીવી, મોબાઈલ, ઘર, શહેર તથા
દુનિયા સતત બદલાતી રહે છે,
જ્યારે માણસ વાંચન અને
પોતાના આંતરિક વિકાસના અભાવે
એવો ને એવો દેખાય છે !
આને વિકાસ કહી શકાય ખરો ?

Friday, January 21, 2011

માતૃભાષા ગૌરવયાત્રા:: આવો માતૃભાષાનું ગૌરવ વધારી સંસ્કૃતિના પૂજક બનીને રાષ્ટ્રહિતમાં જોડાઈએ.....




રાષ્ટ્ર નિર્માણનો આધાર "સ્વભાષા , સ્વભૂષા અને સ્વદેશીનું સત્વ" જ બની શકે, આજકાલ માતૃભાષા અને અંગ્રેજીભાષા - એ બેમાં અંગ્રેજીનું પલ્લું નામી જાય છે, એ પલ્લામાં માત્રને માત્ર લોકો ની ભ્રામક માન્યતાઓનો ઢગલો છે.  એ ભ્રમોનું નિવારણ થાય તો ઉજ્જવળ ભાવિનો પથ દેખાય.
       માતૃભાષા સંબંધી સત્ય પ્રકાશમાં આવે, એના પ્રત્યે પ્રેમ વધે, એ શુદ્ધ બોલવા, લખવા , વાંચવા, સમજવાનો આગ્રહ શરુ થાય એ જ આ યાત્રાનો મુખ્ય આશય છે.

જગતભરના શિક્ષણ ચિંતકો અને મનોવૈજ્ઞાનિક દૃઢપણે કહે છે કે બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. તો આવો આઝાદીના ૬૩ વર્ષ પછી પશ્ચિમના પ્રભાવમાંથી મુક્ત થઈને સાચી દિશામાં વિચારીએ..

સાચા પુસ્તકો

કેટલાક પુસ્તકો ખરા અર્થમાં ‘પુસ્તકો’ હોતાં જ નથી,
એ તો ‘પ્રોડક્ટ’ હોય છે.
તે હૃદયના શાંત ઉપવનમાં નહીં
પરંતુ મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે.
સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે.
સાહિત્યની શોભા તો એ છે કે તે
પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને.
જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે,
એ જ સાચા પુસ્તકો છે.

Wednesday, January 19, 2011

GOOD THINKING : ખુદની નબળાઈ ઢાંકવા બીજાની ખામી ન જુઓ

ભગવાનને જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે તો સદ્ગુણોની પ્રાપ્તિ થાય તેવી જ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કરવાની સાથે તેના પર અમલ પણ કરવો જોઈએ નહીંતર પ્રાર્થનાનું ફળ નહીં મળે. સદ્ગુણ માટે પ્રાર્થના કરવાનો અર્થ એ છે કે આપણે સવારે ઊઠીને એક સારું કામ કરવાનો નિર્ણય લઈએ અને રાત્રે ઊંઘતા પહેલાં એક બુરાઈનો ત્યાગ કરીને ઊંઘીએ. જે લોકો આવું કરે છે તેઓ જીવનને ગુણોથી ભરપૂર બનાવી લે છે. પૈસાથી સંપન્ન થવું તો સરળ અને સહજ છે, પરંતુ ગુણોથી સંપન્ન હોવું મુશ્કેલ કામ છે. આવું એટલા માટે બને છે કેમ કે આપણે બુરાઈઓનો ત્યાગ કરવામાં અને સદ્ગુણોને ગ્રહણ કરવામાં નબળા પડીએ છીએ.


આ નબળાઈને કારણે આપણે ગુણો જોવાના બદલે દોષ જોવા લાગીએ છીએ. તમારા વ્યક્તિત્વમાં સર્જનનો ભાવ વિકસાવો. માનવજીવનને કલ્પવૃક્ષ બનાવવાનું શ્રેય આવા રચનાત્મક વિચારોને જ જાય છે. આ તથ્યને સમજીને તમારા ચિંતનને રચનાત્મક બનાવો. વિચારો માનવીના જીવનમાં મહાન શક્તિ છે. તે કર્મના સ્વરૂપે પરિણમે છે અને પરિસ્થિતિ બનીને સામે આવે છે. જૈન મુનિ પ્રજ્ઞાસાગરજીએ તેમના પુસ્તકમાં આ વિષય પર અત્યંત સુંદર વિચારો રજૂ કર્યા છે. 


તેમણે કહ્યું છે કે, કેટલાક લોકો બીજાની ખામીને શા માટે જોતા હોય છે ? પોતાનામાં રહેલી ખામીને છુપાવવા માટે. જે રીતે શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી તો તે દ્રાક્ષને દોષ આપે છે. ખાવાની ઇચ્છા તો છે પરંતુ પોતાની કમજોરી છુપાવવા માટે તે દ્રાક્ષને જ ખાટી બતાવે છે. આ જ રીતે આપણે પણ આપણી નબળાઈઓને છુપાવી-છુપાવીને બીજાની ખામીને જોવાની ટેવ ધરાવતા થઈ ગયા છીએ. 

પં. વિજયશંકર મહેતા