Friday, October 29, 2010

નુતન વર્ષની નુતન સવારે

નુતન વર્ષની નુતન સવારે
ઉષાના રંગીન કિરણો મારાતારાતારા..મારા..જીવનને સપ્તરંગી બનાવે
તેમ છતાં આપણે ફેલાઈએ એક ઉજળૉ પ્રકાશ પુંજ થઈ સુરજની જેમ જ……
ઉજાગર કરીએ જીવનની અંધારી ક્ષણોને….
આપણે ભુલી જઈએ વીતેલા વષઁના ….
રાગ-દ્રેષ-ઇષાઁગમા-અણગમાબળો પરિબળો ..
જે જાણે અજાણે એકબીજાને સમજવામાં અડચણરુપ બન્યા હોય….
કેમ કે……
દિવાળી એટલે દિપકોનું પર્વ…..
પ્રકાશનું પર્વ……..


નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ

અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી

વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ

પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, સમૃદ્ધીનાં અવનવાં શીખરો સર કરે

એવી હાર્દીક કામનાઓ..



પી.ડી.કાંજીયા ... પ્રમુખશ્રી કલાવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ