Monday, October 25, 2010

દક્ષીણ ગુજરાત પ્રવાસ

સત્યાગ્રહનું પ્રતીક દાંડી

ભારતની આઝાદી માટેના સત્યાગ્રહનો પાયો નાંખનાર ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહનું યાદગાર સ્થળ એવું દાંડી  દાંડી મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહના કારણે વિશ્વ વિખ્યાત બની ગયું. ૧૨મી માર્ચે-૧૯૩૦ ના રોજ સાબરમતી આશ્રમથી ૭૮ સત્યાગ્રહીઓની સાથ ગાંધીજીએ દાંડીકૂચનું મહા પ્રયાણ કર્યું. અમદાવાદથી દાંડી ૩૮૫ કી. મી. દુર થાય. દાંડી દક્ષિ ગુજરાતના દરિયા કિનારે નવસારી, વિઝલપોર નજીક આવેલ જલાલપુર તાલુકાનું ગામ છે. અમદાવાદથી દાંડી પહોંચતા ગાંધીજીને ૨૫ દિવસ લાગ્યા હતા.
૧૨મી માર્ચ ૧૯૧૯ના દિવસે ગાંધીજીએ પહેલુ અસહકારનું આંદોલન છેડેલું.


ઉનાઈ ગરમ પાણીના ઝરા
ગરમ પાણીના ઝરા જાહેર જનતા માટે ખુલ્લા છે અને તાજગી મેળવવાના અદભૂત સ્થળ છે. વાંસદા ગામથી આવતી બસો ઉનાઈ માતાના મંદિરે થોભે છે. સુરતથી વાંસદા જતા માર્ગમાં ઉનાઈ આવે છે.
સડક માર્ગેઃ પાર્ક રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 નજીક છે અને વઘઈ-વાંસદા રાજ્ય ધોરી માર્ગ તેની વચ્ચેથી પસાર


સરદાર સરોવર બંધ
રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે. સ્વાગત કેન્દ્ર પાસે એક નકસો અને જાણકારી કેન્દ્ર છે. માર્ગદર્શક સાથેનો પ્રવાસ નોંધાવી શકો છો, જે તમને બંધ સ્થળની આસપાસના સ્થળોએ લઈ જશે. એક બગીચો, જવાહરલાલ હરુએ 1961માં કરેલું શિલારોપણ, બંધથી પડતા પાણીના પ્રવાહને જોવા માટેનું સ્થળ, બોટિંગ માટેનું સરોવર, મુખ્ય કેનાલનો પ્રથમ લોક ગેટ, વિદ્યાર્થીઓ માટે કુદરતી પ્રશિક્ષણ કેમ્પ ધરાવતું આરોહણ સ્થળ. નજીકમાં સુરપાણેશ્વરનું મંદિર પણ છે. ડૂબમાં ગયેલા પ્રાચીન મંદિરના સ્થને સરકારે મંદિર બનાવ્યું છે. જ્યારે બંધ બની રહ્યો હતો, ત્યારે અહીં રહેતા ગ્રામજનો પાસેથી સંપાદિત કરેલી જમીન પર બનેલી કેવડિયા કોલોની બંધની તળેટીમાં છે. અહીં બંધના કર્મચારીઓ રહે છે અને મુલાકાતીઓ માટે પણ રહેવાની વ્યવસ્થા છે. વધુ માહિતી માટે કચેરીએ સંપર્ક કરવોઃ 02640232599 કે 02640232533.


રાજા રણછોડરાયનું પાવન તીર્થ ડાકોર

પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે. સમગ્ર વિસ્તાર કેસૂડા (ખાખરા)થી છવાયેલો હતો.

ડાકોર ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા ડાકોરમાં ચારધામની યાત્રા બાદ રાજા રણછોડરાયનાં દર્શન કરવાનો મહિમા છે, ત્યાં સુધી ચારધામની યાત્રા અધૂરી ગણાય છે.

મહાકાળીનો પાવાગઢ
ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્થળ તરકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ.
પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્વનું શક્તિતીર્થ છે. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્થાનક નયનરમ્ છે.  
પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે.  ચાંપાનેર મહમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યો છે.