Tuesday, October 19, 2010

નરેન્દ્ર છે આ મોદી (માનનીય મુખ્યમંત્રી, ગુજરાત)



પડેલા એ તમાચાની ગુંજનો નાદ છે આ મોદી,
ઘાયલ એ પીડા એ કળતરનો સાદ છે આ મોદી ,
પંજાના એ ખેલનો મહારથી છે આ મોદી,
મેળવે તો મહેફિલ, વિફરે તો પ્રતિસાદ છે આ મોદી,
છાતી ફૂલે છે ગદ્દગદ્દ સોણેલી આ માં ભોમની,
જય જય ગરવી ગુજરાત તણો આ નાદ છે આ મોદી,
જાંબાઝ છે એ વિપરીત દશાઓને હાંક દે ,
તેથી તો લોક લાગણીઓ સંગાથ છે આ મોદી,
બીડું ઉઠાવી જંપે જઈ પહોચે એ શિખર પર,
કસબીઓનો એ કસબી ને કસદાર છે આ મોદી,
ફૂંકે તો સાત સુરોનો સંગમ છે એ વાંસળી સમ,
ફૂંકાય તો વાવંટોળનો આગાઝ છે આ મોદી,
તેજોલય થી લિપ્ત છે એ નરેન્દ્ર છે આ મોદી,
પ્રખર છે એનું તેજ ને તોખાર છે આ મોદી.
સહકાર છે, વહેવાર છે, તહેવાર છે આ મોદી,
ગુજરાતની અસ્મીતાનો રખેવાળ છે આ મોદી.
ઉગતા આ સુરજને સર્વે, નતમસ્તક થઇ વધાવો,
ભારતના સુવર્ણ ભવિષ્યનો સરતાજ છે આ મોદી.

મોદી સાહેબ ને લાખ લાખ અભિનંદન.......