Sunday, October 24, 2010

કબીરવડ

નર્મદા નદીના તટ પર આવેલા રમણીય સ્થળોમાંનું કબીરવડ એક જાણીતું સ્થળ છે ૨.૫ એકરમાં ફેલાયેલું કબીરવડ એની વિશાળ અને ઘનઘોર ઘટાઓને કારણે ઘણું જ આકર્ષણ અને આહ્લાદક લાગે છે. સંત કબીરજી ૧૩૮૦ થી ૧૪૦૦ની સાલમાં અહીંયા રહ્યા હતા એ વખતે એમણે ખાસ્સા સમય સુધી વસવાટ કરીને આ જગ્યાને પવિત્ર બનાવી હતી. આ વડનું આયુષ્ય આશરે ૬૦૦ વર્ષ જેટલું છે અહીંની સુંદરતા વડોમાંથી નીકળતી વિશાળ ડાળીઓ અને નદીના તટ પર આવેલું શાકુંતલ તીર્થ ગામને લીધે છે આ તટ પર બોટ યાત્રા અને નદીમાં સ્નાન કરીને લોકો આ પિકનિક સ્પોટનો આનંદ ઉઠાવે છે. 

આ વડની શાખાઓ એટલી વિશાળ છે અને ગાઢ છે કે અહીંયા સૂર્યપ્રકાશ ઓછો આવવાથી તાપમાન ઘણું ઠંડું અને ખુશનૂમા રહે છે આ જગ્યા પર બ્રહ્નાજી મહાદેવજી અને દેવીદેવીઓનાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે. અમદાવાદથી ૩૩૦ કિમી.નાં અંતરે આવેલું છે. નાની-નાની- હોટેલો અને રેસ્ટોરન્ટ્સ આવેલી છે. કબીરવડ બસ દ્વારા અથવા કાર દ્વારા એક દિવસની યાત્રા કરી શકાય છે.

વરસાદની આ મોસમમાં અહીયાંની હરિયાળી મોહરી ઊઠે છે. આનાથી રમવાની મજા પણ વધી જાય છે. જો તમે હેક્ટિક શિડ્યૂલમાંથી શોર્ટ બ્રેક લેવા ચાહોતો કબીરવડ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે. રોડથી જવું હોય તો વાયા રોડ બેસ્ટ છે. આ મોસમમાં નર્મદા નદીની ખૂબસૂરતી પણ વધી જાય છે. 

નદીનું આ સ્વરૂપ જોઈ ને મન પ્રફુલ્લિત થઈ જાય. એક દિવસમાં પણ ફ્રેશ થવા માટે આ સારૂ પ્લેસ છે. આઉટિંગ સાથે એક ઐતિહાસિક સ્થળની જાણકારી પણ મળી જશે