Wednesday, October 27, 2010

“નવયુગ રુમઝુમ નવરાત્રી મહોત્સવ -૨૦૧૦”

નવરાત્રી કેરા ગીતો વાગ્યા ;
        લાગે છે કે નવરાત્રી આવી,
વન ઉપવન , બાગ-બગીચામાં
        કેસુડો બોલે કે નવરાત્રી આવી.

નવયુગ શૈક્ષિણક સંકુલ - વિરપર (મોરબી) માં નવરાત્રી મહોત્સવ ......

તારીખ ... ૧૨-૧૦-૨૦૧૦ ના રોજ  નવયુગ સંકુલ ના પ્રાંગણ માં નવયુગ રુમઝુમ નવરાત્રી મહોત્સવ -૨૦૧૦ નું ધમાકેદાર આયોજન કરેલ હતું.. જેમાં ટ્રેડીશનલ ડ્રેસ થી સજ્જ થયેલા વિધાર્થીઓ સાથે નવયુગ નું આંગણું ફૂલની જેમ ખીલી ઉઠ્યું.
        નાના તેમજ મોટા ભૂલકાઓ મન મુકીને ઉત્સાહભેર રમઝટથી નાચ્યા. દરેક વિધાર્થીઓના હૃદયનો તરવરાટ, ઉત્સાહ અને આવડતથી ખુદ પી.ડી.કાંજીયાસાહેબ પણ ખુશ થઇ ગયા.  અને સ્ટાફ ના બહેનો પણ ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી નાચ્યા કુદયા હતા....
        આ સાથે વાલી, વિદ્યાર્થીઓ, તેમજ પધારેલ મહેમાનો માટે  સરપ્રાઈઝ કલુ રમાડવામાં આવી ....  આ નવરાત્રી મહોત્સવ માં.... ધોરણ કે.જી. થી ૧૨ , P.T.C.,B.Ed., તમામ ભાઈ બહેનો, તમામ સ્ટાફ ભાઈ બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો....
        નાવરાત્રી મહોત્સવ માં  બેસ્ટ એક્શન , બેસ્ટ ડ્રેસ , પ્રિન્સ, પ્રિન્સેસ વગેરે નું નિર્ણાયકો દ્વારા સિલેક્શન કરી નવાજવામાં આવેલ....

નવયુગ રુમઝુમ નવરાત્રી મહોત્સવ -૨૦૧૦  રાત્રી કાર્યક્રમ ..........
આ કાર્યક્રમ અંતર્ગત નવયુગ વિદ્યાલય અને સંકુલ બને યુનીટ ના વાલી, સ્ટાફ , આમંત્રિત મહેમાનો , તેમજ વિધાર્થીઓ સામેલ થયા હતા.. અને  તમામે રાસની રમઝટ બોલાવી હતી.... ઢોલક ના તાલે અને શરણાઈ ના શુરે તમામ નાચી ઉઠ્યા હતા.....
આમ નવયુગ ના પ્રાંગણ માં નવરાત્રી રુમઝુમ ૨૦૧૦ નું ઉત્સાહભર્યું અને ધમાકેદાર આયોજન કરવામાં આવેલ... સસ્થા ના પ્રમુખ શ્રી કાંજીયાસાહેબના માર્ગદર્શન હેઠળ નવયુગ સંકુલ ના સ્ટાફ દ્વારા  આ સમગ્ર આયોજન કરવામાં આવેલ....