Friday, October 29, 2010

નુતન વર્ષની નુતન સવારે

નુતન વર્ષની નુતન સવારે
ઉષાના રંગીન કિરણો મારાતારાતારા..મારા..જીવનને સપ્તરંગી બનાવે
તેમ છતાં આપણે ફેલાઈએ એક ઉજળૉ પ્રકાશ પુંજ થઈ સુરજની જેમ જ……
ઉજાગર કરીએ જીવનની અંધારી ક્ષણોને….
આપણે ભુલી જઈએ વીતેલા વષઁના ….
રાગ-દ્રેષ-ઇષાઁગમા-અણગમાબળો પરિબળો ..
જે જાણે અજાણે એકબીજાને સમજવામાં અડચણરુપ બન્યા હોય….
કેમ કે……
દિવાળી એટલે દિપકોનું પર્વ…..
પ્રકાશનું પર્વ……..

નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ

અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી

વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ

પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, સમૃદ્ધીનાં અવનવાં શીખરો સર કરે

એવી હાર્દીક કામનાઓ..

પી.ડી.કાંજીયા ... પ્રમુખશ્રી કલાવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ

બાળકોનુ વેકેશન યાદગાર બનાવો

જ્યારે બાળકો પરીક્ષા આપીને નવરાં થાય ત્યારે તેમના મનમાં ઘણો ઉલ્લાસ અને ઉમંગ આવી જાય છે. બાળકોને એવુ લાગે છે કે હવે તેઓ પોતાનુ મનફાવે તેવા કામ કરી શકે છે. રોક-ટોક વગર રમવુ, ટીવી જોવુ, ઉંધી રહેવુ વગેરે. 
પરંતુ માતા-પિતા પોતાની આદત મુજબ તેમને ટોકતા રહે છે. તમે તમારા બાળકોને વેકેશનમાં શુ કરવુ તેની ચિંતા સતાવતી હોય તો આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક ઉપાય - 

- 
સૌ પહેલા બાળકોને એ સમજાવો કે વેકેશન માત્ર મસ્તી કરવા નહી, પરંતુ કંઈક નવુ કરવાની તક આપે છે. 
- 
જો તમે તેને વેકેશન કેમ્પમાં મોકલવા માંગતા હોય તો અભ્યાસને લગતો કોઈ કેમ્પ ન કરાવશો. કેમ્પ એવો હોય જે તેની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપે જેવુ કે ડ્રોઈંગ, રમકડાં બનાવવા વગેરે અથવા એવો કેમ્પ જેમા તેની શારીરિક કસરત થાય જેવા કે બેડમિંટન, સ્કેટિંગ વગેરે. 
- 
બાળકને રોજ નહી તો અઠવાડિયામાં એકાદ બે વાર બગીચામાં લઈ જઈને તેમની સાથે મનમૂકીન રમો.
- 
બાળકોને રોજ સૂતા પહેલા એક નવી વાર્તા એવી સંભળાવો જેમાંથી તેમને કંઈક શિખામણ મળતી હોય. 
- 
ટીવી જોવાના શોખીન બાળકોને અકબર-બીરબલની વાર્તા, વિક્રમ વેતાળ જેવી સીડી લાવીને બતાવો. 
- 
બાળકો પાસે નાના-નાના કામ કરાવો, જેવા કે ફૂલછોડને પાણી પીવડાવવુ, પોતાની વસ્તુઓ જગ્યા પર મુકવી વગેરે અને તેમના દરેક કામના વખાણ કરો

દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,

દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,
હોય કાજળ કાળી રાત અમાસની
તોય દિવાળી

દીવડે દીવડે ઝગમગ દિવાળી
હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી
આંગણું અજવાળે નવલા રંગે
રંગોળીની ભાત દિવાળી

બાળુડા હરખાય ઝાલી ફુલઝારી
આતશબાજીનો ધમકાર દિવાળી
પકવાનોની સોડમ દિવાળી
ગૃહીણી ના હૈયે આનંદ દિવાળી

મહેમાનોનુ સ્વાગત દિવાળી
નવા વર્ષની શુભકામના દિવાળી

બસ આશ સૌ હૈયે એટલી
નવું વરસ લાવે સુખશાંતિ દિવાળી.

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
રજાની મજા, મજાની રજા, રજાની મજા
સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા
જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

Wednesday, October 27, 2010

“નવયુગ રુમઝુમ નવરાત્રી મહોત્સવ -૨૦૧૦”

નવરાત્રી કેરા ગીતો વાગ્યા ;
        લાગે છે કે નવરાત્રી આવી,
વન ઉપવન , બાગ-બગીચામાં
        કેસુડો બોલે કે નવરાત્રી આવી.

નવયુગ શૈક્ષિણક સંકુલ - વિરપર (મોરબી) માં નવરાત્રી મહોત્સવ ......

તારીખ ... ૧૨-૧૦-૨૦૧૦ ના રોજ  નવયુગ સંકુલ ના પ્રાંગણ માં નવયુગ રુમઝુમ નવરાત્રી મહોત્સવ -૨૦૧૦ નું ધમાકેદાર આયોજન કરેલ હતું.. જેમાં ટ્રેડીશનલ ડ્રેસ થી સજ્જ થયેલા વિધાર્થીઓ સાથે નવયુગ નું આંગણું ફૂલની જેમ ખીલી ઉઠ્યું.
        નાના તેમજ મોટા ભૂલકાઓ મન મુકીને ઉત્સાહભેર રમઝટથી નાચ્યા. દરેક વિધાર્થીઓના હૃદયનો તરવરાટ, ઉત્સાહ અને આવડતથી ખુદ પી.ડી.કાંજીયાસાહેબ પણ ખુશ થઇ ગયા.  અને સ્ટાફ ના બહેનો પણ ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી નાચ્યા કુદયા હતા....
        આ સાથે વાલી, વિદ્યાર્થીઓ, તેમજ પધારેલ મહેમાનો માટે  સરપ્રાઈઝ કલુ રમાડવામાં આવી ....  આ નવરાત્રી મહોત્સવ માં.... ધોરણ કે.જી. થી ૧૨ , P.T.C.,B.Ed., તમામ ભાઈ બહેનો, તમામ સ્ટાફ ભાઈ બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો....
        નાવરાત્રી મહોત્સવ માં  બેસ્ટ એક્શન , બેસ્ટ ડ્રેસ , પ્રિન્સ, પ્રિન્સેસ વગેરે નું નિર્ણાયકો દ્વારા સિલેક્શન કરી નવાજવામાં આવેલ....

નવયુગ રુમઝુમ નવરાત્રી મહોત્સવ -૨૦૧૦  રાત્રી કાર્યક્રમ ..........
આ કાર્યક્રમ અંતર્ગત નવયુગ વિદ્યાલય અને સંકુલ બને યુનીટ ના વાલી, સ્ટાફ , આમંત્રિત મહેમાનો , તેમજ વિધાર્થીઓ સામેલ થયા હતા.. અને  તમામે રાસની રમઝટ બોલાવી હતી.... ઢોલક ના તાલે અને શરણાઈ ના શુરે તમામ નાચી ઉઠ્યા હતા.....
આમ નવયુગ ના પ્રાંગણ માં નવરાત્રી રુમઝુમ ૨૦૧૦ નું ઉત્સાહભર્યું અને ધમાકેદાર આયોજન કરવામાં આવેલ... સસ્થા ના પ્રમુખ શ્રી કાંજીયાસાહેબના માર્ગદર્શન હેઠળ નવયુગ સંકુલ ના સ્ટાફ દ્વારા  આ સમગ્ર આયોજન કરવામાં આવેલ....

Monday, October 25, 2010

Jindgi Do Pal Ki !!!!!!!!!!!!!!

દક્ષીણ ગુજરાત પ્રવાસ

સત્યાગ્રહનું પ્રતીક દાંડી

ભારતની આઝાદી માટેના સત્યાગ્રહનો પાયો નાંખનાર ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહનું યાદગાર સ્થળ એવું દાંડી  દાંડી મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહના કારણે વિશ્વ વિખ્યાત બની ગયું. ૧૨મી માર્ચે-૧૯૩૦ ના રોજ સાબરમતી આશ્રમથી ૭૮ સત્યાગ્રહીઓની સાથ ગાંધીજીએ દાંડીકૂચનું મહા પ્રયાણ કર્યું. અમદાવાદથી દાંડી ૩૮૫ કી. મી. દુર થાય. દાંડી દક્ષિ ગુજરાતના દરિયા કિનારે નવસારી, વિઝલપોર નજીક આવેલ જલાલપુર તાલુકાનું ગામ છે. અમદાવાદથી દાંડી પહોંચતા ગાંધીજીને ૨૫ દિવસ લાગ્યા હતા.
૧૨મી માર્ચ ૧૯૧૯ના દિવસે ગાંધીજીએ પહેલુ અસહકારનું આંદોલન છેડેલું.

ઉનાઈ ગરમ પાણીના ઝરા
ગરમ પાણીના ઝરા જાહેર જનતા માટે ખુલ્લા છે અને તાજગી મેળવવાના અદભૂત સ્થળ છે. વાંસદા ગામથી આવતી બસો ઉનાઈ માતાના મંદિરે થોભે છે. સુરતથી વાંસદા જતા માર્ગમાં ઉનાઈ આવે છે.
સડક માર્ગેઃ પાર્ક રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 નજીક છે અને વઘઈ-વાંસદા રાજ્ય ધોરી માર્ગ તેની વચ્ચેથી પસાર

સરદાર સરોવર બંધ
રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે. સ્વાગત કેન્દ્ર પાસે એક નકસો અને જાણકારી કેન્દ્ર છે. માર્ગદર્શક સાથેનો પ્રવાસ નોંધાવી શકો છો, જે તમને બંધ સ્થળની આસપાસના સ્થળોએ લઈ જશે. એક બગીચો, જવાહરલાલ હરુએ 1961માં કરેલું શિલારોપણ, બંધથી પડતા પાણીના પ્રવાહને જોવા માટેનું સ્થળ, બોટિંગ માટેનું સરોવર, મુખ્ય કેનાલનો પ્રથમ લોક ગેટ, વિદ્યાર્થીઓ માટે કુદરતી પ્રશિક્ષણ કેમ્પ ધરાવતું આરોહણ સ્થળ. નજીકમાં સુરપાણેશ્વરનું મંદિર પણ છે. ડૂબમાં ગયેલા પ્રાચીન મંદિરના સ્થને સરકારે મંદિર બનાવ્યું છે. જ્યારે બંધ બની રહ્યો હતો, ત્યારે અહીં રહેતા ગ્રામજનો પાસેથી સંપાદિત કરેલી જમીન પર બનેલી કેવડિયા કોલોની બંધની તળેટીમાં છે. અહીં બંધના કર્મચારીઓ રહે છે અને મુલાકાતીઓ માટે પણ રહેવાની વ્યવસ્થા છે. વધુ માહિતી માટે કચેરીએ સંપર્ક કરવોઃ 02640232599 કે 02640232533.

રાજા રણછોડરાયનું પાવન તીર્થ ડાકોર

પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે. સમગ્ર વિસ્તાર કેસૂડા (ખાખરા)થી છવાયેલો હતો.

ડાકોર ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા ડાકોરમાં ચારધામની યાત્રા બાદ રાજા રણછોડરાયનાં દર્શન કરવાનો મહિમા છે, ત્યાં સુધી ચારધામની યાત્રા અધૂરી ગણાય છે.

મહાકાળીનો પાવાગઢ
ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્થળ તરકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ.
પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્વનું શક્તિતીર્થ છે. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્થાનક નયનરમ્ છે.  
પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે.  ચાંપાનેર મહમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યો છે.