Monday, September 2, 2013

કસોટી V જીવન

એક આખું મંદિર શ્વેત આરસ પહાણથી બનાવવામાં આવેલ,
તેની પ્રતિમા પણ શ્વેત સંગેમરમર ની. પગથીયા પરથી કોઇ ઉપર જાય એટલે પગથીયાનો પત્થર રડે.
એક વાર મુનિજી મંદિરે આવ્યા ત્યારે પગથીયા નો રડવાનો અવાજ સાંભળ્યો અને તેનુ કારણ પુછ્યું.
પગથીયા નો પત્થર કહ છે કે હું અને પ્રતિમા એક જ શિલા માંથી બનેલા છીએ છતા આટલો ભેદભાવ કેમ?
મારા પર લોકો પગ રાખે અને બીજા ને મસ્તક નમાવે....
માટે હું રડુ છું.
મુનિજી જવાબ આપે છે કે જ્યારે પ્રતિમાનું નિર્માણ સમયે તુ બટકી ગયો
જ્યારે પ્રતિમાનો પત્થરે ટાંકણાના અસંખ્ય ઘા સહન કર્યા.
જે ટીપાય છે તે જ તેજસ્વી બને છે
જીવન માં પણ આવુ જ બને છે,
કસોટી જીવનમાં આવ્યા જ કરે
પણ કસોટી માંથી ઉતરે તે પૂજન યોગ્ય બને.