સતત પરિશ્રમને પરિણામે જ મિસરના પિરામિડ ઊભા થઈ શક્યા હતા.
સતત પરિશ્રમના પ્રતાપે જ જેરૂસાલેમનું વિશાળ અને ભવ્ય મંદિર ઊભું થઈ શક્યું હતું.
ચીનનું રક્ષણ કરનારી ફરતી લાંબી દીવાલ ખડી થઈ શકી હતી તે પરિશ્રમના પરિણામે જ વાદળોથી ઢંકાયેલો આલ્પ્સ પર્વત અને અજોડ એવરેસ્ટ પણ જીતાયું.
વિશાળ અને તોફાની એટલાંટિકનો માર્ગ મોકળો થતો હતો.
જંગલ અને પહાડો સાફ કરી મોટાં નગરોનું નિર્માણ થયું હતું.
રેલવે, મોટર, એરોપ્લેન વગેરે પરિશ્રમનું જ પરિણામ છે.
જીવનમાં એવી કઈ વસ્તુ છે જે સતત પરિશ્રમથી સાધ્ય કરી શકાતી નથી ?