ઘડિયાળમાં સેકંડનો કાંટો ટક ટક
કરતો ફટાફટ ફરે છે, તેથી મિનિટ અને કલાકના કાંટાને પણ ફરવું પડે છે. બાળક જ્યારે કાંટાઓને ફરતા
જુએ છે ત્યારે તેને બીજો કોઇ વિચાર નથી આવતો પરંતુ મોટા થતાં તેને સમજ આવે છે કે
ઘડિયાળના ડાયલની પાછળનું મિકેનિઝમ, તેમાં રહેલાં ચક્રો આ કાંટાઓને ફેરવે છે.
વધુ મોટા થતાં તેને ખબર પડે છે કે જે મશીનરીથી ઘડિયાળ ચાલે છે તેનો કોઇક
બનાવનાર છે. જગતમાં ચાલતાં તમામ મશીનો માટે આ થિયરી લાગુ પડે છે. મશીન છે તો
ચલાવનારો છે. મશીન શું કામ? જગતની તમામ વસ્તુઓ માટે આ સત્ય પ્રસ્તુત છે. જે જે કંઇ ચાલે
છે, ઊભું છે, દેખાય છે, નથી
દેખાતું તેનો બનાવનાર, ચલાવનાર, સંચાલક કોઇ છે, તે
ભગવાન છે.