Friday, January 27, 2012

વસંત પંચમીની ઉજવણી


ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ શાસ્ત્ર અને વેદોનાં વચન પ્રમાણે, એક એક દિવસનું મૂલ્ય સમજાવ્યું છે. આવો જ એક પવિત્ર અવસર એટલે મહા સુદ-પાંચમ, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ.

વસંત પંચમી એટલે માનવી માટે કલ્યાણકારી ઉત્સવ. આ દિવસ એટલે વસંતઋતુનો પ્રારંભ, શ્રી સરસ્વતી માતાજીનો પ્રાદુભૉવ (જન્મ) તથા વિદ્યારંભ માટે ઉત્તમ તિથિ, એવો ત્રિવેણી સંગમ ઉત્સવ એટલે માનવજાતને, વિદ્યાર્થીને પ્રફુલ્લિતતા પ્રદાન કરનારો ઉત્સવ.


28 જાન્યુઆરીના વસંત પંચમી પર્વ, વિદ્યા અને બુદ્ધિના દેવી સરસ્વતીનું પર્વ છે. એ માટે મહા સુદ પાંચમના બધા લોકો પોતાના જ્ઞાનને વધારવા અને બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતીનું પુજન કરે છે. પંચમીનું આ પર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે.