Friday, December 16, 2011

"ट्राफिक समस्या के प्रति लोक जाग्रति "

मोरबी में बढ़ रही ट्राफिक समस्या
को हल करने के लिए
"ट्राफिक समस्या के प्रति लोक जाग्रति " के लिए
मोरबी शहर की नामांकित शैक्षणिक संस्था
"नवयुग विधालय" के छात्रोंने एक मौन रेली का आयोजन किया था....
 








 


 


Wednesday, September 14, 2011

"પંચવિધ સન્માન સમારોહ "


આજના બૌદ્ધિક યુગમાં વિશ્વ જયારે હરણફાળ પ્રગતી કરી રહ્યું છે. ત્યારે જ્ઞાનની ઝળહળતી જ્યોત વડે અજ્ઞાનરૂપી પ્રગાઢ અંધકારને ઉલેચીને શિક્ષણને જેમણે વ્યાયામ બનાવ્યું છે..  બહારના અનુસંધાન અને ભીતરનાં જીવાન્સ્ત્રોતને પ્રચંડ આત્મ વિશ્વાસથી સૌરાષ્ટ્ર યુની.માં ઉપકુલપતિ તરીકે પસંદગી પામેલા શ્રી ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાસાહેબ નો નવયુગ સંકુલ માં "પંચવિધ સન્માન સમારોહ " ગત તારીખ ૧૧-૯-૨૦૧૧ ને રવિવાર નાં રોજ યોજાય ગયેલ....




























Sunday, September 4, 2011

આજે શિક્ષકદિન


આજે શિક્ષકદિન. ભારતના બીજા ક્રમાંકે રાષ્ટ્રપતિ રહી ચૂકેલ 
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં આ દિન 
દાયકાઓથી ઉજવાય છે.

યુવાન હૃદયવાળા શિક્ષકો 
પ્રત્યેક સવાર વિધાર્થીઓ માટે નવા વિચારો લઇને આવે છે. શિક્ષકને માટે દરેક દિવસ શિક્ષકદિન હોવો જોઈએ.  દિનપ્રતિદિન શિક્ષણમાં આવેલ બદલાવને સ્વીકારનાર શિક્ષક જ આધુનિક શિક્ષણ સાથે તાલમેલ મિલાવી શકશે.  આવનારો સમય આવા નવા પરિવર્તન સ્વીકારનાર શિક્ષકો માટે ગોલ્ડન તકો લઈને આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી...

"The good teacher makes the poor student good and the good student superior."
Marva Collins.

Tuesday, July 26, 2011

TET EXAM


શિક્ષક ની જગ્યા માટે
TET ની ONLINE EXAM  ના ફોર્મ
આજ થી ભરવાના શરુ થયેલ છે..
વધુ માહિતી માટે...
નીચેની લીંક પર ક્લિક કરો.....


Thursday, July 14, 2011

ગુરુ દેવો ભવ:

કોઈપણ રાષ્ટ્રના વિકાસ અને રક્ષણ માટે શિક્ષક અને સૈનિક અંગો છે. જે રાષ્ટ્રના શિક્ષક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય વિકાસ સાધી ન શકે. તેવી જ રીતે જે રાષ્ટ્રના  સૈનિક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય શાંતિથી ઉંઘી ન શકે અને એ નાતે શિક્ષક એ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે નું પાયાનું પરિબળ છે.

મારા સ્વાનુભવો ને આધારે કહું તો પાપા પગલી માંડતી મારી જીવનયાત્રા માં મારા શિક્ષકો ની પ્રેરણા અને પ્રોત્સાહન ખૂબ જ મળ્યા છે.

મશહૂર  તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન સાહેબ ને થોડા વર્ષો પહેલા એક પત્રકારે પૂછેલ કે તમો તો લગભગ વિદેશમાં જ તબલા નું પ્રશિક્ષણ આપો છો.તમને ભારત અને વિદેશ માં શો તફાવત જણાય છે ?
ત્યારે તેમને જવાબ આપેલ કે મારા ભલે વિદેશ ના શિષ્યો વધારે હોય,પરંતુ ભારત માં જે ગુરુ-શિષ્ય પરંપરા છે તે વિદેશોમાં ક્યાય નથી અને તેથી જ હું વિદેશોમાં એક સાચો - સારો શિક્ષક નથી બની શકતો.

અફસોસની વાત એ છે કે આપણે પશ્ચિમની સંસ્કૃતિ ના આંધળા અનુકરણમાં ગુરુ-શિષ્ય પરંપરા ની અવગણના કરીએ છીએ અને કદાચ તેથી જ સમાજ માં શિક્ષકો નું મૂલ્ય ઓછું અંકાય છે.


ઝડપી પરિવર્તનનાં આ યુગમાં જયારે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે શિક્ષણવ્યવસ્થા અને શિક્ષકો ચોક્કસ બદલાયા છે.આશ્રમ માં ઝાડ નીચે બેસી જ્ઞાન ના પાઠ ભણાવતા શિક્ષક બ્લેક બોર્ડ અને  ચોક સ્ટીક વાપરતા થયા અને તેથી પણ વધુ આગળ  વધી "મલ્ટીમીડિયા " અને લેટેસ્ટ ટેકનોલોજી નો તેમણે સહારો લીધો. ગુરુ દ્રોણ થી લઇ ને આજના મોડર્ન યુગ ના મેડમો અને સરો ને હૃદયપૂર્વક વંદન અને શિક્ષકદિન નિમિતે આપને સર્વે સંકલ્પ કરીએ કે આપણે સાચા અર્થમાં શિક્ષકો ને ઓળખીએ અને "ગુરુ દેવો ભવ:" નો મંત્ર ચરિતાર્થ કરીએ .

કારકિર્દી માર્ગદર્શન

ધોરણ ૧૧ તથા ૧૨ કોમર્સ ના વિધાર્થીઓ માટે
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું
આયોજન કરવામાં આવેલ.

વક્તા :: શ્રી દલસાણીયાસાહેબ




Sunday, June 12, 2011

આ વર્ષે શાળા માં પ્રથમ કદમ માંડતા વહાલા વિધાર્થી મિત્રોને શુભ સંદેશ


જય ગુરુદેવ
આ વર્ષે શાળા માં પ્રથમ કદમ માંડતા વહાલા વિધાર્થી મિત્રો ....

વિશ્વની ચારેય દિશાઓ તારા માટે ખુલ્લી છે....  વિશ્વ ફલક પર રહેલા રંગબેરંગી તારલિયા તોડી અને ઇન્દ્રધનુષના સાત રંગોને અવનીપટ પર ઉતારવા માટે તું સક્ષમ છો, ભોળા હૈયે કિલકિલાટ કરતા વ્હાલા વિધાર્થીમિત્રો તમારી આંતરિક પ્રતિભા અને કૌશલ્યના માધ્યમથી વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે કદમ મિલાવી તું ઉભો થા...... વિશ્વના મહાસાગરો અને પર્વતો સાથે બાથભીડીને રણપ્રદેશની રેતી માંથી તેલ કાઢવા માટે તું સક્ષમ છો.. ભારતીય સંસ્કૃતિના શીલ, સદાચાર અને સંસ્કારયુક્ત શિક્ષણ મેળવીને પ્રગતી કરો.  પણ એક વાત ધ્યાનમાં રાખજે પ્રગતી માટે પુરુષાર્થ અને પરિશ્રમ કરાય પણ પાપ કયારેય નહિ.  આપના અભ્યાસમાં એકાદ ટકા ઓછો હશે તો ચલાવી લેવાશે પરંતુ માનવતા, દયા કરુણા અને સંસ્કારની બાબતમાં આજનો વિધાર્થી હમેંશા માટે બે કદમ આગળ રહે તેવી જ ઈચ્છા અનિવાર્ય છે.
        આજના ભૌતિક યુગમાં માનવ મૂલ્યો વિસરાય રહ્યા છે, ત્યારે માનવ માનવ વચ્ચેનો સેતુ વધુ મજબુત બને તેવા તું પ્રયત્ન કરજે. આજના ઝડપી ટેકનોલોજી યુગમાં કુટુંબ ભાવના ન વિસરાય તેમજ વડીલો પ્રત્યેની આપની સહાનુભૂતિ ન ભુલાય તેની ખાસ કાળજી આપે રાખવાની છે.  સાથે સાથે આપણા રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર, રાષ્ટ્ર સંન્માન અને સભ્યતાની સાથે ચાલીને આજના નૈતિક અને મુલ્યનિષ્ઠ શિક્ષણના માધ્યમથી આપ સતત વિકાસ અને પ્રગતિની દિશાઓ સર કરી આપનું, આપણા પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરો તેવી શુભકામના .....

પ્રમુખશ્રી
પી.ડી.કાંજીયા
નવયુગ વિધાલય મોરબી 

Friday, June 10, 2011

નવયુગ માં શિક્ષણ શિબિર

નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલ વિરપર ના સયુંકત ઉપક્રમે પ્રમુખશ્રી પી.ડી.કાંજિયાસાહેબની પ્રેરણાથી નવયુગના સ્ટાફ માટે ત્રિદિવસીય સારસ્વત સેમિનાર નું આયોજન કરેલ.  તારીખ ૭, ૮, ૯ એમ ત્રણ દિવસની શિબિર માં પ્રખ્યાત હાસ્ય અને કટાર લેખક શ્રી સાઈરામ દવેસાહેબ, નલીનભાઈ પંડિત સાહેબ (નિયામકશ્રી GCRT ગાંધીનગર ), શ્રી આત્માનંદ મહારાજ (ભજનાનંદ આશ્રમ, બોટાદ), શ્રી શૈલેશભાઈ સગપરીયાસાહેબ (ડાયરેક્ટર SPIPA, ગુજરાત ), શ્રી મોતીભાઈ પટેલ (કેળવણીકાર), પરેશભાઈ દલસાણીયા જેવા શિક્ષણ તજજ્ઞો દ્વારા શિક્ષકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને શિક્ષણ ગુણવતા અંગે સુંદર માહિતી આપેલ.. 

Friday, June 3, 2011

જરા ઇન્સાન બનીને જીવી લઈએ......


પગથીયું ચઢ્યા પહેલું જીવનનું ત્યારે,
લક્ષ્ય હતું કૈક મેળવવાનું ,
કરવાનું હતું શું અને કર્યું શું ,
....
આજે એનું ગણિત થોડું મેળવી લઈએ
રીતો હતી સરળ જ જીવવાની 
તેમાં ગુચવણ ઉભી કરી આપણે જ
હવે તે ગુચવણ ઉકેલવામાં 
....
થોડોક સમય ફાળવી લઈએ
છોડી નહિ એક પણ તક,
બીજાને નીચા જોવડાવાની
સામે ખુદ કેટલા પાણીમાં છીએ 
....
એનું માપ... એકવાર જ બસ કાઢી લઈએ
જરા ઇન્સાન બનીને જીવી લઈએ.....

Tuesday, May 3, 2011

વેકેશન શરુ થઇ ગયું છે...

ગુજરાતની મોટાભાગની શાળામાં આજથી વેકેશન શરુ થઇ ગયું છે... સાથે સાથે ઉરચ માધ્યમિક અને કોલેજ માં પણ વેકેશનનો માહોલ છવાઈ ગયો છે.. બાળકો પણ ભારેખમ થોથાં મૂકીને મોજમસ્તીના મૂડમાં આવી ગયાં હશે..
વેકેશન એટલે મામાનું ઘર, ધમાચકડી ને મોજમસ્તી...,વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય એ પહેલાં તો ઉનાળુ વેકેશનનું આયોજન થઈ ગયું હોય! મહિનાઓ પહેલાં પ્લાનિંગ કરી જ દીધું હોય. વેકેશન એટલે એમના માટે ભારેખમ થોથાંને એક બાજુ મૂકીને માનસિક રાહત માણવાનો સમય. મોજ જ મોજ, ધિંગામસ્તી, હલ્લાગુલ્લા, શોરશરાબા, પિકનિક, વિડિયોગેમ્સ, ટીવી પ્રોગ્રામ્સ જોવા, થિયેટરમાં નવી આવેલી બધી જ ફિલ્મો જોઈ નાંખવી, કુટુંબ કે દોસ્તો સાથે હરવા ફરવાના સ્થળે જવું. બાળકો સહિત માતા-પિતા પણ આતુરતાથી વેકેશનની રાહ જોતાં હોય છે કે ક્યારે બાળકો ભણતરના ભારમાંથી બહાર નીકળીને થોડા હળવાં બને.
પરંતુ આજકાલ વેકેશનમાં પોતાના બાળકને વિવિધ કલાસીસમાં મુકવાનો ક્રેઝ વધતો જાય છે.. માબાપ ઈચ્છે છે કે તેમનાં સંતાનો સુપરમેન કે શ્રીકૃષ્ણની જેમ સર્વગુણસંપન્ન બની જાય. એટલે તેમને તેમનાં બાળકોને કરાટે શીખવીને બ્રુસ લી પણ બનાવવા છે અને ડાન્સિંગ શીખવીને માઇકલ જેક્સન પણ. પેઇન્ટિંગ શીખવીને રાજા રવિ વર્મા બનાવવા છે અને વેદિક મેથ્સ શીખવીને શકુંતલાદેવી બનાવવા છે. કોઈ ખોટી વાત નથી. આ જમાનો મલ્ટિટેલન્ટનો જ છે. આ સ્પર્ધાના જમાનામાં જો મલ્ટિ ટેલન્ટ નહીં હોય તો સંતાન ફેંકાઈ જશે તેવી માબાપને ભીતિ છે જે ઘણા અંશે સાચીય છે. અને આ ભીતિની રોકડી કરવા માટે ઘણા વેકેશનમાં સમર કેમ્પ લઈને કે ક્લાસ ખોલીને બેસી જાય છે. તેમાંથી કેટલાક જેન્યુઇન હોય છે તો ઘણા ઉપરછલ્લું શીખવે છે.

એક સવાલ માબાપની નિષ્ઠાનો પણ છે. શું તેઓ તેમના બાળકને માત્ર એટલા કારણસર જ વેકેશનમાં આ બધી પ્રવૃત્તિમાં મોકલે છે કે જેથી તેનો વિકાસ થાય? ક્યાંક એવું તો નથી ને કે વેકેશનમાં બાળક ઘરે ધમાલ કરે માટે, ઘરે શાંતિ મળે તે માટે તેને ‘તગેડી’ દેવાય છે? એક પરિવારમાં માત્ર ૩ વર્ષના બાળકને જેને હજુ કે.જી.માં ભણવાનું ચાલે છે તેને ટ્યૂશનમાં પણ મોકલવામાં આવે છે. કેમ? તો કહે, ઘરે ભણતો નથી. ભણતો નથી કે માબાપને ભણાવવા બેસવું ગમતું નથી? કે પછી માબાપને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવી છે એટલે બાળકને આ પ્રવૃત્તિઓમાં ધકેલી દેવામાં આવે છે. અથવા તો અત્યારના ‘વર્કિંગ પેરન્ટ્સ’ ઘરે બાળક એકલું રહે તે મેનેજ કરી શકતા નથી? કે પછી ઘરે બાળક રહે તો કાર્ટૂન ચેનલ જોયા કરે અને માબાપને પોતાની ગમતી ચેનલ નથી જોવા મળતી તે પ્રશ્ન છે? અથવા તો વિડિયો ગેમ જ રમ્યા કરે છે એ પ્રશ્ન છે? આજનાં બાળકો પાસે શું નથી તે પ્રશ્ન છે. ફિલ્મ જોવી છે તો ડીવીડી છે. ટીવી પર ૨૪ કલાક મનોરંજન છે. વિડિયો ગેમ અને પ્લેસ્ટેશન છે. સમરકેમ્પ સહિતની ઢગલાબંધ એક્ટિવિટિઝ છે. નાસ્તો કરવો છે તો મેગી સહિતના ઇન્સ્ટન્ટ વિકલ્પો છે. કાર્ડબોર્ડ સહિતની ઇન્ડોર ગેમ્સ છે. કદાચ નથી તો રમવાવાળા ભાઈબહેનો? સવાલ એ પણ છે કે, આજની ત્રીસી વટાવી ચૂકેલી પેઢી નાની હતી ત્યારે વેકેશનમાં કેવી ધમાલમસ્તી થતી? લખોટીઓ લઈને અગલ (એક નાનો ખાડો) ખોદાતો. શું લખોટી કે પછી ગોટીની રમતમાં નિશાન સાધવાનું નહોતું શીખવા મળતું? મોઇ ડાંડિયામાં પણ કસરત નહોતી મળી રહેતી? ‘આંબલી પીપળી’ તો હવે રમી શકાય એમ જ નથી. ‘આઇસપાઇસ’ અને ‘થપ્પો દા’ કે ‘સંતાકૂકડી’માં સાવધાની શીખવા મળતી હતી. તમે એક તરફ કોઈને શોધવા જાવ ત્યારે બીજી તરફથી કોઈ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડતું. ‘નદી પર્વત’ કે ‘લોઢું લાકડું’ જેવી રમતમાં કોઈ સાધનની જરૂર પડતી નહોતી. ‘ખો’ની રમત પણ આવી જ સાધન વગરની રમત હતી. તેમાંય વેરિએશન. ‘ઊભી ખો’ અને ‘બેઠી ખો’. ‘કેપ્ટન કેપ્ટન સાઇન બદલ’ જેવી રમતમાં ‘ઈશારો ઈશારો મેં બાત’ થઈ જતી. ‘ધમાલિયો ધોકો ધમ ધમ થાય, પાછળ જુએ એની તુંબડી રંગાય’ એવા ગીત સાથે રમાતી ‘રૂમાલ દા’ પણ રમત મજાની નહોતી? પાછળ રૂમાલ મૂકાઈ જાય એટલે રૂમાલ લઈને ભાગવાનું અને રૂમાલ મૂકનારને પકડવાનું. ન પકડાય તો દા’ દેવાનો. નારગોલ, હુતુતુ કે પછી કબડ્ડી, લંગડી, દોરડાકૂદ આવી બધી રમતો કૌશલ્ય વિકસાવતી અને સાથે સાથે ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’ની જેમ અલ્પ ખર્ચાળ હતી. બેડમિન્ટન, કેરમ, વ્યાપાર જેવી રમતો પણ આવી જ ઓછી ખર્ચાળ રમતોમાં સ્થાન પામે. ક્રિકેટમાં નાઇટ ક્રિકેટ રમાય. અને દિવસેય ક્રિકેટ રમાય. વીજળીનો થાંભલો એ સ્ટમ્પ! રસ્તાના સામે છેડે ફૂટપાથ (હવે તો ફૂટપાથ પર જ લારીગલ્લાવાળા ઊભા હોય છે!)ની કિનારી નોન સ્ટ્રાઇકર એન્ડ! એમાં ‘ઘરના નિયમો’ પણ ચાલે. અમુક ઘરના માલિક બહેન કે ભાઈ ઘરમાં દડો આવે તો પાછો ન આપે કે બહુ ખીજાય તો એવો નિયમ બને કે જો એ ઘરમાં દડો જશે તો આઉટ! ‘કટે રન’ જેવો પણ નિયમ હોય, જેમાં બેટને અડે એટલે રન લેવા ભાગવાનું. એક ટપ્પી આઉટમાં, બેટને અડીને પછી દડાની એક જ ટપ્પી પડી હોય ને ફિલ્ડર કે બોલર પકડી લે તો આઉટ. આઈપીએલમાં જેમ ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે તેમ એ શેરી ક્રિકેટમાં ય કેપ્ટન ખેલાડીઓને વારાફરતી માગે. એમાં જે કેપ્ટન બને તે બળુકો હોય. તેનામાં નેતા બનવાના નાનપણથી જ જાણે ગુણ હોય. ક્રિકેટમાં આઈપીએલનો પ્રયોગ કરાયો છે તેમ આવા પ્રયોગ કરીને પણ ક્રિકેટ રમાય તો મજો મજો થઈ જાય. અમારા જમાનામાં તો અમે વેકેશનમાં સાઇકલ શીખવાનો અને શીખ્યા પછી સાઇકલ ચલાવવાનીય મજા માણતા હતા. સાઇકલ પાછી ૨૫,૫૦ પૈસા પ્રતિ કલાકના ભાવે ભાડે લવાતી. કદાચ આજથી પચ્ચીસ વર્ષ પછી વેકેશન વિશે કોઈ પત્રકાર (અથવા તો બ્લોગર) લખશે ત્યારે તેના શબ્દો હશે :
કાર્ટૂન ચેનલો જોવામાં કેવી મજા પડતી! બોબ ધ બિલ્ડર, રેન્જર્સ અને સ્કૂબી ડુ! આ હા હા! અને વોરિયર્સની વિડિયો ગેમ રમવામાં તો મનની સાથે આંગળીઓનું કૌશલ્ય પણ વિકસતું. સમર કેમ્પમાં કેવા કેવા નવા મિત્રો મળી રહેતા અને ટ્રેકિંગમાં કેવો જલસો પડતો…
દરેક પેઢીને તેનું બાળપણ વહાલું જ લાગે છે અને તે દિવસો સોનેરી જ હોય છે, નહીં? તમે બાળક/કિશોર છો? તો આ એક એક દિવસને મન ભરીને માણજો. અને માબાપ હો તો બાળકને માણવા દેજો.