Sunday, June 12, 2011

આ વર્ષે શાળા માં પ્રથમ કદમ માંડતા વહાલા વિધાર્થી મિત્રોને શુભ સંદેશ


જય ગુરુદેવ
આ વર્ષે શાળા માં પ્રથમ કદમ માંડતા વહાલા વિધાર્થી મિત્રો ....

વિશ્વની ચારેય દિશાઓ તારા માટે ખુલ્લી છે....  વિશ્વ ફલક પર રહેલા રંગબેરંગી તારલિયા તોડી અને ઇન્દ્રધનુષના સાત રંગોને અવનીપટ પર ઉતારવા માટે તું સક્ષમ છો, ભોળા હૈયે કિલકિલાટ કરતા વ્હાલા વિધાર્થીમિત્રો તમારી આંતરિક પ્રતિભા અને કૌશલ્યના માધ્યમથી વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે કદમ મિલાવી તું ઉભો થા...... વિશ્વના મહાસાગરો અને પર્વતો સાથે બાથભીડીને રણપ્રદેશની રેતી માંથી તેલ કાઢવા માટે તું સક્ષમ છો.. ભારતીય સંસ્કૃતિના શીલ, સદાચાર અને સંસ્કારયુક્ત શિક્ષણ મેળવીને પ્રગતી કરો.  પણ એક વાત ધ્યાનમાં રાખજે પ્રગતી માટે પુરુષાર્થ અને પરિશ્રમ કરાય પણ પાપ કયારેય નહિ.  આપના અભ્યાસમાં એકાદ ટકા ઓછો હશે તો ચલાવી લેવાશે પરંતુ માનવતા, દયા કરુણા અને સંસ્કારની બાબતમાં આજનો વિધાર્થી હમેંશા માટે બે કદમ આગળ રહે તેવી જ ઈચ્છા અનિવાર્ય છે.
        આજના ભૌતિક યુગમાં માનવ મૂલ્યો વિસરાય રહ્યા છે, ત્યારે માનવ માનવ વચ્ચેનો સેતુ વધુ મજબુત બને તેવા તું પ્રયત્ન કરજે. આજના ઝડપી ટેકનોલોજી યુગમાં કુટુંબ ભાવના ન વિસરાય તેમજ વડીલો પ્રત્યેની આપની સહાનુભૂતિ ન ભુલાય તેની ખાસ કાળજી આપે રાખવાની છે.  સાથે સાથે આપણા રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર, રાષ્ટ્ર સંન્માન અને સભ્યતાની સાથે ચાલીને આજના નૈતિક અને મુલ્યનિષ્ઠ શિક્ષણના માધ્યમથી આપ સતત વિકાસ અને પ્રગતિની દિશાઓ સર કરી આપનું, આપણા પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરો તેવી શુભકામના .....

પ્રમુખશ્રી
પી.ડી.કાંજીયા
નવયુગ વિધાલય મોરબી