Monday, February 7, 2011

આજે વસંત પંચમી :: આ જના જ દિને માઁ શારદા ની વંદના કરી જ્ઞાન પ્રાપ્તિ કરાય છે.





આજે વસંત પંચમી, આજનો  દિન શ્રી એટલે કે  વિદ્યા ની અધિષ્ઠાત્રી, જ્ઞાન ની દેવી માઁ સરસ્વતી પ્રાક્ટ્યોત્સવ તરીકે મનાવવમાં આવે છે. આજના દિને સૂર્ય કુંભ રાશિ મા પ્રવેશ કરે છેહરેક   વૃક્ષ અને છોડ પોતાના જુના પાન ત્યાગી કુંપળોથી આચ્છાદિત થાય છે.વાતાવરણ ફૂલો અને તેની સુગંધથી ભરાઈ જાય છે.વસંતના વધામણા આપતા ભમરા પણ ગુંજન કરે છે .આ જના જ દિને  માઁ શારદા ની વંદના કરી જ્ઞાન પ્રાપ્તિ કરાય છે.

વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. તેની સાથે જ આ દિવસ અબૂઝ(ક્યારેય ન હોય તેવું) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે.     



જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેઓને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતી છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.