Friday, February 18, 2011

નવયુગ વિદ્યાલય માં વાર્ષિક મેગા એવોર્ડ કાર્યક્રમ ૨૦૧૧



આજરોજ તારીખ ૧૯-૨-૨૦૧૧, શનિવારના રોજ 
સવારે ૭:૩૦ કલાકે વાર્ષિક મેગા એવોર્ડ્સ કાર્યક્રમ

યોજાઈ ગયો.  જેમાં અતિથી તરીકે આવેલ 
ગ્રામ્ય રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા, 
નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હંસાબેન ઠાકર , 
શહેર ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, 
નગરપાલિકાના કાઉન્સીલરો સુરેશભાઈ દેસાઈ તથા 
લલીતભાઈ કામરિયાના હસ્તે 
બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ ટીચર , 
બેસ્ટ એક્ટીવીટી , તેમજ 
અન્ય સોનેરી સિધ્ધિઓ હાંસલ કરનાર
વિધાર્થીઓ તેમજ શિક્ષકોને નવાજવામાં આવ્યા હતા..
        
બેસ્ટ ટીચર ભીમાણી જીતેન્દ્રભાઈ, 
બેસ્ટ સ્ટુડન્ટ સાવરિયા દિવ્યા તેમજ
SSC બોર્ડમાં ૧૦ માં ક્રમે આવેલ 
વડનગરા વૈશાલીને અવોર્ડસ 
આપીને સન્માનિત કરાયા હતા.
આ વાર્ષિક મેગા અવોર્ડસ ૨૦૧૧ કાર્યક્રમને 
નવયુગ પરિવાર તેમજ 
પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસાહેબના 
માર્ગદર્શન હેઠળ અથાગ 
મહેનત દ્વારા સફળ બનાવેલ.

More Photographs

Click here

http://www.navyugschoolmorbi.com/sphotogallary.php

Friday, February 11, 2011

BODHAK :: કસોટી

એક આખું મંદિર શ્વેત આરસ પહાણથી બનાવવામાં આવેલ, તેની પ્રતિમા પણ શ્વેત સંગેમરમર ની. પગથીયા પરથી કોઇ ઉપર જાય એટલે પગથીયાનો પત્થર રડે. એક વાર મુનિજી મંદિરે આવ્યા ત્યારે પગથીયા નો રડવાનો અવાજ સાંભળ્યો અને તેનુ કારણ પુછ્યું.
પગથીયા નો પત્થર કહ છે કે હું અને પ્રતિમા એક જ શિલા માંથી બનેલા છીએ છતા આટલો ભેદભાવ કેમ? મારા પર લોકો પગ રાખે અને બીજા ને મસ્તક નમાવે.... માટે હું રડુ છું.
મુનિજી જવાબ આપે છે કે જ્યારે પ્રતિમાનું નિર્માણ સમયે તુ બટકી ગયો જ્યારે પ્રતિમાનો પત્થરે ટાંકણાના અસંખ્ય ઘા સહન કર્યા.
જે ટીપાય છે તે જ તેજસ્વી બને છે જીવન માં પણ આવુ જ બને છે, કસોટી જીવનમાં આવ્યા જ કરે પણ કસોટી માંથી ઉતરે તે પૂજન યોગ્ય બને.



પંન્યાસ ઉદયકીર્તિસાગર

Monday, February 7, 2011

આજે વસંત પંચમી :: આ જના જ દિને માઁ શારદા ની વંદના કરી જ્ઞાન પ્રાપ્તિ કરાય છે.





આજે વસંત પંચમી, આજનો  દિન શ્રી એટલે કે  વિદ્યા ની અધિષ્ઠાત્રી, જ્ઞાન ની દેવી માઁ સરસ્વતી પ્રાક્ટ્યોત્સવ તરીકે મનાવવમાં આવે છે. આજના દિને સૂર્ય કુંભ રાશિ મા પ્રવેશ કરે છેહરેક   વૃક્ષ અને છોડ પોતાના જુના પાન ત્યાગી કુંપળોથી આચ્છાદિત થાય છે.વાતાવરણ ફૂલો અને તેની સુગંધથી ભરાઈ જાય છે.વસંતના વધામણા આપતા ભમરા પણ ગુંજન કરે છે .આ જના જ દિને  માઁ શારદા ની વંદના કરી જ્ઞાન પ્રાપ્તિ કરાય છે.

વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. તેની સાથે જ આ દિવસ અબૂઝ(ક્યારેય ન હોય તેવું) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે.     



જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેઓને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતી છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

Real Knowledge :: ખરું જ્ઞાન ....

ઘણીવાર માહિતીને જ્ઞાન તરીકે ખપાવવામાં આવે છે 
અને આપણે બિનજરૂરી માહિતીથી મગજને ભરતા હોઈએ છીએ. 
પેસિફિક મહાસાગરના પેટાળમાં ફલાણી ફલાણી માછલી ક્યા પ્રકારની છે એ જાણીને આપણે શું કામ ? 
આપણને આપણા ઘરના માળિયામાં શું પડ્યું છે એનોય ખ્યાલ હોતો નથી ! 
જ્ઞાન એ છે જે આપણને યોગ્ય સમજણ આપે અને આપણા ઉપયોગમાં આવી શકે.

Sunday, February 6, 2011

Bodh Varta : ઈમાનદાર ઈશ્વરને વહાલો

આપણા પર ગમેતેટલાં દુ:ખ આવે પરંતુ ઈમાનદારીપૂર્વક વર્તીએ તો ઈશ્વર જરૂર સહાય કરે છે. એક હતો છોકરો. છોકરો ઘણો ગરીબ હતો. એક વખત તેની બહેન માંદી પડી. તેની પાસે દવા પૂરતા પણ પૈસા ન હતા. છતાં પણ કોઈ પાસેથી પૈસા મેળવીને તે દવા લેવા જતો હતો. જતાં જતાં રસ્તામાં તેણે એક પુસ્તક રસ્તા પર પડેલું જોયું. છોકરાએ પુસ્તક ઉપાડી લીધું અને જેવું પુસ્તક ખોલ્યું કે તરત તેમાંથી પચાસ ડૉલરની નોટો મળી આવી. છોકરો ગરીબ હતો પરંતુ પ્રમાણિક પૂરેપૂરો હતો. એટલે નોટો લઈને પાછી પુસ્તકમાં મૂકી દીધી અને જેની નોટો હતી તે માલિકને પાછી આપવાનો તેણે નિશ્ચય કર્યો.
ઘેર આવી તેની માને નોટો બતાવીને કહ્યું, ‘મા, આ નોટો મને રસ્તામાંથી મળી છે. પણ જેની નોટો હશે તેને કેવું દુ:ખ થતું હશે ? આટલા રૂપિયા મેળવતાં તેને કેટલીય મહેનત પડી હશે ! આ પૈસા આપણાથી વપરાય જ નહિ અને જો વાપરીએ તો પ્રભુ આપણા પર નારાજ થાય એટલે હું એના માલિકની શોધ કરવા જાઉં છું.’ છોકરાની મા પણ ઘણી ગરીબ હતી. દીકરીની બીમારીમાં પૈસાની તેને સખત જરૂરત પણ હતી. છતાં પણ હરામનું ધન લેવા તેનું મન જરા પણ લલચાયું નહિ. તેણે ખુશ થઈને દીકરાને કહ્યું : ‘બેટા, પ્રભુએ તને સદબુદ્ધિ આપી તે જાણી મને આનંદ થયો છે. બેઈમાનીની કમાણી આપણે ન જોઈએ. જેની નોટો છે તેને તું પાછી આપી આવ.’
બીજે દિવસે તેણે વર્તમાનપત્રમાં જાહેરખબર છપાવી. ખબર વાંચતાં જ તેનો માલિક પેલા છોકરાને ઘેર પહોંચી ગયો. જઈને જોયું તો ગરીબ છોકરો તેની બીમાર બહેન પાસે બેઠો હતો. આ જોઈ પેલા ધનવાનનું દિલ ગદગદ બની ગયું. તેને થયું કે આટલો બધો ગરીબ હોવા છતાં પણ ઈમાનદાર ! તરત જ તેણે તે નોટો છોકરાની માના હાથમાં મૂકી દઈ કહ્યું કે, ‘મા, આ રકમ તમારી દીકરીની દવા માટે વાપરજો. હું તમારા દીકરાને મારે ઘેર લઈ જાઉં છું. તે હવે મારી પાસે જ રહેશે. તેની ચિંતા કરશો નહિ.’ એ છોકરો આગળ જતાં અમેરિકાના બાહીઆ નગરમાં મોટો પ્રખ્યાત વેપારી બની ગયો. એની ઈમાનદારીનું ફળ ઈશ્વરે આપી દીધું.

Thursday, February 3, 2011

શ્રી સ્વામી વિવેકાનંદજી ના પુસ્તકો નું પ્રદર્શન ......


કેટલાક પુસ્તકો ખરા અર્થમાં પુસ્તકોહોતાં જ નથી,  
એ તો પ્રોડક્ટહોય છે. 
તે હૃદયના શાંત ઉપવનમાં નહીં પરંતુ 
મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે. 
સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે. 
સાહિત્યની શોભા તો એ છે કે 
તે પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને. 



જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે, એ જ સાચા પુસ્તકો છે.
 
ઉભા થાવ અને તમારી 
અંદર રહેલી દિવ્યતાને પ્રક્તાવો .....

Wednesday, February 2, 2011

Bodhak Story :: બે ચકલીની વાર્તા

એક નાનું ગામ. ત્યાં અનેક ચકલી-પરિવારો પોત પોતાના ઘરો બાંધી આનંદમાં રહેતા હતા. ચકલીઓ ગામમાં “ચીં ચીં ” કરી ફરતા, અને સૌ ગામવાસીઓ ચકલીઓને નિહાળી ખુશી અનુભતા, કંઈક ખાવા માટે આપતા.
અનેક વાર, ચકલીઓએ સભાઓ ભરી ચર્ચાઓ કરતા ત્યારે વડીલો, અને વ્રુધ્ધો નવજવાનોને એક સલાહ આપતા..” આ ગામની હદ બહાર ઉડીને કદી ના જવું !”
એક દિવસ, બે યુવાન ચકલીઓ આનંદમાં રમતા, રમતા ગામની હદ બહાર ગયા. અનેક ઝાડોનું વન નિહાળ્યું ….ફરતે ઉંચા ઉંચા પહાડો હતા. આનંદમા ઉડવા લાગ્યા, ઉડી ઉડી થાકી ગયા, અને ઝાડ પર વિસરામ કરવા બેઠા.
અચાનક, સુસવાટા સાથે પવન શરૂ થયો …ઝાડો હલવા લાગ્યા, પર્વતો પરથી પથ્થરો ગબડવા લાગ્યા…..પથ્થરો એક બીજા સાથે અથડાતા હતા. અને, અથડાતા પથ્થરોમાંથી એક ચમકારો થયો, અને જમીન પર પડૅલા ઘાસના તણખલા પર પડતા ઘાસ બરવા લાગ્યું …..એક ચકલી તો આ નિહાળી નીચે ઉતરી તણાખલાને ચાંચમાં લઈ મોટા ઘાસના ઢગલા પર નાખ્યું ……અને અગ્નિ આગરૂપે પ્રગટ્યો…..આ ચકલી તો ખુશ થઈ બીજા તણખલાઓ ચાંચમાં લઈ બીજે ફેંકવા લાગી.
આ દ્રશ્ય બીજી ચકલીથી સહન ના થયું …..એ તો ઉડી નજીકના તળાવે ગઈ. તળાવ પાણીમાં એનું આખું શરીર ભીંજવી, ચાંચમાં પાણી ભરી ઉડતી ઉડતી જંગલમાં આવી આગ પર શરીર હલાવી પાણી છાંટ્યું , અને ચાંચ ખોલી આગ પર પાણી રેડ્યું ….આ પ્રમાણે ફરી ફરી કર્યું ….એ નિહાળી, બીજી ચકલી એને કહેવા લાગી…” અરે, ઓ. મુરખ, શા માટે તું આવું કરે છે ? …આટલા પાણીથી આગ બુજાશે નહી !”

પેલી ચકલીએ શાન્તીથી સાંભળી, આ પ્રમાણે જવાબ આપ્યો…..

“અરે, મારી બેન, હું જાણું છું કે આટલા પાણીથી આ મોટી આગ બુજાશે નહી જ….જો હું કાંઈ ના કરૂં તો મારું દીલ મને માફ કરશે નહી…..અહી આગ લાગી છે, અને નુકશાન થઈ રહ્યું છે …આવા સમયે મારી ફરજ કે હું આ આગને શાંત કરવા કંઈક કરૂં….એ જ શુભ કાર્ય કહેવાય ! જો આ કાર્ય કરતા, હું જો મારા પ્રાણ તજુ તો મને આ જીવન જીવવા માટેનો કૉઈ અફસોસ રહેશે નહી …મારે તો આ જીવન જીવતા શુભ કર્યો જ કરવા છે !”

પેલી ચકલી એકદમ શાંત થઈ ગઈ….એને એની ભુલ સમજાય…..એને એના દીલમાં દર્દ થયું !
અચાનક આકાશ વાદળોથી ભરાય ગયું ….વિજળીના ચમકારા થવા લાગ્યા…..અને ઘોઘમાર વરસાદ વરસવા લગ્યો…..આગ બુજાય ગઈ…..અચાનક વરસાદ આવવો એ પ્રભુ-ઈચ્છાથી હશે….પણ જ્યારે શુભ કાર્ય્ની શરૂઆત થાય ત્યારે પ્રભુ સહારે આવે જ !…કદાચ, એક ચકલીએ કરેલા “શુભ કાર્ય”ના પરિણામરૂપે હશે !

વરસાદ બંધ થતા, ગામમાંથી વડીલો ઉડતા ઉડતા જંગલમાં આવી ગયા…..ભુલી પડેલી બે “બાળ-ચકલી”ઓ ને વ્હાલ સાથે પંપાળી, ગામમાં લાવ્યા…..ત્યારે એ ચકલીઓના મનમાં શું વિચારો હશે ?….મારૂં માનવું છે કે જે કંઈ પરિવર્તન થયું હશે તે યોગ્ય જ હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી