જય ગુરુદેવ,
વિધાર્થીમિત્રો, સમય આવ્યો છે, તમારા પુરુષાર્થને પ્રગટાવવાનો, છેલ્લા કેટલા સમયથી આપ ખુબ જ ઉત્સાહ, ઉમંગ અને એક લક્ષ્ય સાથેની ચોક્કસ દિશામાં મહેનત કરી રહ્યા છો, આપના લક્ષ્યાંકને ચરિતાર્થ કરવા, આપ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરી આપનું તેમજ આપના પરિવારનું અને સ્કૂલનું નામ રોશન કરો તેવી શુભેચ્છા.....
આપ અડગ નિશ્ચયે, અથાગ પરિશ્રમે અને આપને જે અતુટ શક્તિ આપી રહ્યા છે, એવા પરમકૃપાળુ પરમેશ્વરને સાથે રાખી સતત પોઝીટીવ એપ્રોચ રાખી ઉચ્ચ પરિણામ મેળવો એવી શુભેચ્છા સહ.......
પી.ડી. કાંજીયા
(પ્રમુખશ્રી નવયુગ વિદ્યાલય મોરબી)