IAS, IPS, IFS, ઈ, જેવી જગ્યાઓની ભરતી માટે ૦૫/૨૦૧૧-સીએસપી નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે... જે અંગેની આછેરી માહિતી અહી આપેલ છે..
(૧) કુલ ૮૮૦ જગ્યાઓ કદાચ વધવાની શક્યતા ....
(૨) IAS, IPS, IFS, ઈ, જેવી કુલ ૨૪ પ્રકાર ની જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા....
(૩) વય મર્યાદા :: ૨૧ થી ૩૦ વર્ષ. (૧ લઈ ઓગસ્ટ ની ગણતરીએ)
(છુટછાટ SC/ST :૫ વર્ષ, BC : ૩ વર્ષ , વિકલાંગ : ૧૦ વર્ષ..)
(૪) લાયકાત :: કોઈપણ માન્ય યુનિવર્સીટી દ્વારા ગ્રેજ્યુએટ (છેલ્લા વર્ષની પરીક્ષા આપતા હોય તે પણ ) અરજી કરી શકે છે.. મુખ્ય પરીક્ષા સુધી પાસ થવાનું રહેશે..
(૫) ફી : રૂ. ૫૦-૦૦ ઓનલાય્ન અરજી કરતા હોય તેને STATE BANK OF INDIA માં રોકડા ભરવાના રહેશે.. રૂ. ૧૦૦ સેન્ટ્રલ રીક્રુટમેન્ટ સ્ટેમ્પ ફોર્મ ઉપર લગાવવાની રહેશે જે આપને પોસ્ટ ઓફીસ માંથી મળી રહેશે.
(૫) અરજી કરવા માટે ::-
(૧) ઓનલાઈન અરજી આ website પર થઇ શકશે. www.upsconline.nic.in
(૨) અરજી ફોર્મ મોકલાવીને પણ અરજી થઇ શકશે...
(ફોર્મ દરેક શહેર ની હેડ પોસ્ટ ઓફીસમાંથી મળશે. કિમંત રૂ. ૩૦-૦૦ )
(૩) અરજી ફોર્મ Controler of examination, UPSC, Dholpar house, sahjaha
road, New Delhi-110069 ને મોકલવાના રહેશે..
(સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા તારીખ. ૨૧-૩-૨૦૧૧ સુધી પહોંચવી જોઈએ.)
(૬) હાલ માત્ર પ્રિલીમીનરી પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં ઉર્તીણ થયે મેઈન પરીક્ષા માટે પુન : ફોર્મ ભરવાનું રહેશે.
(૭) પ્રિલીમીનરી લેખિત પરીક્ષા તારીખ ::- ૧૨-૫-૨૦૧૧ ના રોજ લેવાશે...
પરીક્ષા કેન્દ્ર : અમદાવાદ (પ્રિલીમીનરી પરીક્ષા)
(૮) પ્રિલીમીનરી પરીક્ષા (ઓબ્જેક્ટીવ ટાઇપની ) માં ઉર્તીણ થયે મુખ્ય પરીક્ષા માં પસંદગી થશે... મુખ્ય પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાશે.
(૯) સિવિલ સર્વીશીઝ ની મુખ્ય પરીક્ષા લેખિત અને ઇન્ટરવ્યું પદ્ધતિ થી લેવાશે....
(૧૦) જરૂરી માહિતી માટે :: ૦૧૧-૨૩૩૮૫૨૭૧, ૦૧૧-૨૩૩૮૧૧૨૫, ૦૧૧-૨૩૦૯૮૫૪૩ પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી થઇ શકશે.. (વર્કિગ દિવસો દરમ્યાન )
આ પરીક્ષા ઓ માટે સખત પુરુષાર્થ જરૂરી છે... શ્રેષ્ઠ કારકિર્દી બની શકે , જો આ પરીક્ષા માં નિષ્ફળતા મળે તો પણ પરીક્ષાનો અનુભવ બેંક વીમા જેવી અન્ય પરીક્ષા ઓમાં ઉપયોગી બનશે... ગુજરાત ના યુવાનોએ કલેકટર , કે કમિશ્નર ઓફ પોલીસ બનવું હોય તો તૈયાર થઇ જાવ....