Wednesday, March 2, 2011

Career Guide ::આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર

સ્પર્ધાત્મક પરીક્ષાઓ (UPSC, GPSC) જેવી સિવિલ સર્વિસીઝ માત્ર એક કારકિર્દીનો વિકલ્પ નથી, એ જીવનને એક નવો આયામ પૂરો પાડે છે. આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર થઇએ...

સિવિલ સર્વિસીઝ (યુપીએસસી) પરીક્ષાઓ પસાર કરી પ્રાપ્ત થતા હોદ્દાઓ, કલેક્ટર, કમિશ્નર વગેરે સમાજનાં રેર અને સ્કેર સ્થાન હોય છે. ગોલ્ડ નામની ધાતુ રેર અને સ્કેર હોવાથી જ બહુ જ મૂલ્યવાન છે. પ્લેટિનમ તો ગોલ્ડથી પણ વધુ રેર, સ્કેર હોવાથી વિશેષ મૂલ્યવાન છે. (સમાજમાં ડોક્ટરો, એન્જિનિયર, એમ.બી.એ., સી.એ.ના પ્રમાણમાં).

સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી અને તેના દ્વારા પ્રાપ્ત થતી સર્વિસીઝ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, આઇઆરએસ દ્વારા કલેક્ટર, કમિશનર, વિદેશ વિભાગના ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત થાય છે તે સમાજમાં ઉચ્ચતમ માન-મોભો ધરાવે છે. મિલિયોનેરને બિલિયોનેર બનવું છે. બિલિયોનેર, ટ્રિલિયોનેર બનવા કસરત કરે છે, કારણ કે તેણે પોતાનું સામાજિક મહત્વ વધારવું છે. તેની પ્રાથમિક જરૂરિયાતો એની એ જ રહે છે. પરંતુ આ મિલિયોનેર, બિલિયોનેર બનાવાથી ક્યાંય વધુ ડોનેશન આપી શકે છે. તેની નામની તકતી લાગી શકે છે, તેને Guest of Honour Ic Chief Guest તરીકે સમાજના જાહેર કે ખાનગી ફંકશનમાં આમંત્રણ મળે છે. આમ, તેનું સોશિયલ ઇમ્પોર્ટન્સ મેળવવાની ભૂખ સંતોષાય છે. સિવિલ સર્વિસીઝ જેવી પરીક્ષાઓથી જીપીએસસી અને યુપીએસસી પ્રાપ્ત થતાં હોદ્દા કલેક્ટર, કમિશ્નર, નાયબ કલેક્ટર નાયબ કમિશ્નર આ પ્રકારનું બિલિયોનેર સ્ટેટસ આપોઆપ લઇને આવે છે.

આમ, જિંદગીભર રઝળપાટ કર્યા પછી દાંત પડી જાય મોતિયો આવી જાય ત્યારબાદની બિલિયોનેર, ટ્રિલિયોનેરને મળતા સામાજિક મહત્વની સ્થિતિ સમયસર આવી સિવિલ સર્વિસીઝની સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી યુવાનીમાં પ્રાપ્ત કરવા પરીક્ષાઓમાં સફળ થવા મચી પડવું જોઇએ અને મિત્રો તમે નિષ્ફળતાથી હચમચી જવાનું પસંદ ન કરતા હો તો અત્યારથી એટલે કે માધ્યમિક શાળાની ઉંમરથી જ (ધોરણ આઠથી આવી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી આરંભી) મચી પડવું જોઇએ. દોડવું નિરર્થક છે. સમયસર ચાલવાની શરૂઆત કરવી મહત્વનું છે.

આપણે શાળા અને કોલેજની પરીક્ષાઓની તૈયારી સામાન્ય રીતે માકર્સ મેળવવા કરતા હોઇએ છીએ તેને બદલે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (યુપીએસસી, જીપીએસસી)ની તૈયારીઓમાં માકર્સને બદલે કોઇ પણ વિષયના ટોપિક ઉપર રિમાકર્સ ટીપ્પણી કરી શકો તેટલી સમજણ ક્ષમતાનો વિકાસ થાય તે કક્ષાનું વાંચન આ પરીક્ષામાં સફળતાનો પાયાનો મંત્ર છે.

એક કોમન પ્રશ્ન છે કે આ સિવિલ સર્વિસીઝ પરીક્ષાની ખરેખરી તૈયારી કેટલા સમય અગાઉથી કરવી? તેના પ્રતિભાવમાં જણાવવાનું દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં સ્નાતક (ગ્રેજ્યુએશન)ના છેલ્લા વર્ષની અંતિમ પરીક્ષામાં બેઠેલા, પરંતુ પરિણામની રાહ જોતાં ઉમેદવારોથી માંડી સ્નાતક, અનુસ્નાતક વગેરે પૂર્ણ કરેલા સામાન્ય કેટેગરીના ૨૧થી ૩૦ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ વગેરે જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ ધોરણ આઠની કે હાઇસ્કૂલની કક્ષાથી જ આ અંગે જાગ્રત બની, તે દિશામાં ધ્યેય નક્કી કરી, સમયસર પૂર્ણ તૈયારી શરૂ કરતા હોય છે.
એ તેમનો સફળતાનો મંત્ર રહેતો છે ગુજરાતના લોકો મહેનતુ છે પરંતુ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરી મળતા સ્ટેટસ, સિકયોરિટી સ્ટેબિલિટીથી હજૂ પૂર્ણપણે જ્ઞાત નથી. ગુજરાતની ખમીરવંતી પરિશ્રમી વિદ્યાર્થી આલમને આ લેખના માધ્યમથી આહવાન કરું છું કે લક્ષ્મીના સાધક હોવાના લેબલની સાથે સાથે આપણે સરસ્વતીના પણ આરાધક છીએ તેવું દેશ અને દુનિયાને દર્શાવી આપવાની આ સિવિલ સર્વિસીઝ ઉમદા તક પૂરી પાડે છે.


સપનેં ઉન્હી કે સચ હોતે હૈ,
જીન કે સપનોં મે જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહીં હોતા
હોંસલો સે ઉડાન હોતી હૈ.‘

( એક નાયબ કલેક્ટર ના પ્રવચન પર આધારિત )

IAS, IPS, IFS, ઈ, જેવી જગ્યાઓની ભરતી માટે UPSC દ્વારા સિવિલ સર્વીસીજ ("IAS, IPS, IFS, ઈ, જગ્યાઓની ) પરીક્ષાઓ ૨૦૧૧ માટેની પ્રવેશ પરીક્ષા પ્રક્રિયાનો પ્રારંભ ...


IAS, IPS, IFS, ઈ, જેવી જગ્યાઓની ભરતી માટે ૦૫/૨૦૧૧-સીએસપી નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે...  જે અંગેની આછેરી માહિતી અહી આપેલ છે..

(૧)    કુલ ૮૮૦ જગ્યાઓ કદાચ વધવાની શક્યતા ....
(૨)    IAS, IPS, IFS, ઈ, જેવી કુલ ૨૪ પ્રકાર ની જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા....
(૩)    વય મર્યાદા :: ૨૧ થી ૩૦ વર્ષ. (૧ લઈ ઓગસ્ટ ની ગણતરીએ)
(છુટછાટ SC/ST :૫ વર્ષ, BC : ૩ વર્ષ , વિકલાંગ : ૧૦ વર્ષ..)
(૪)    લાયકાત ::  કોઈપણ માન્ય યુનિવર્સીટી દ્વારા ગ્રેજ્યુએટ (છેલ્લા વર્ષની પરીક્ષા આપતા હોય તે પણ ) અરજી કરી શકે છે.. મુખ્ય પરીક્ષા સુધી પાસ થવાનું રહેશે..
(૫)    ફી : રૂ. ૫૦-૦૦ ઓનલાય્ન અરજી કરતા હોય તેને STATE BANK OF INDIA માં રોકડા ભરવાના રહેશે..  રૂ. ૧૦૦ સેન્ટ્રલ રીક્રુટમેન્ટ સ્ટેમ્પ ફોર્મ ઉપર લગાવવાની રહેશે  જે આપને પોસ્ટ ઓફીસ માંથી મળી રહેશે.
(૫)    અરજી કરવા માટે ::-
        (૧)    ઓનલાઈન અરજી આ website પર થઇ શકશે. www.upsconline.nic.in
            (૨)    અરજી ફોર્મ મોકલાવીને પણ અરજી થઇ શકશે...
(ફોર્મ દરેક શહેર ની હેડ પોસ્ટ ઓફીસમાંથી મળશે.  કિમંત રૂ. ૩૦-૦૦ )
        (૩)    અરજી ફોર્મ  Controler of examination, UPSC, Dholpar house, sahjaha
road, New Delhi-110069 ને મોકલવાના રહેશે..
(સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા તારીખ. ૨૧-૩-૨૦૧૧ સુધી પહોંચવી જોઈએ.)
(૬)    હાલ માત્ર પ્રિલીમીનરી પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે.  જેમાં ઉર્તીણ થયે મેઈન પરીક્ષા માટે પુન : ફોર્મ ભરવાનું રહેશે.
(૭)    પ્રિલીમીનરી લેખિત પરીક્ષા તારીખ ::- ૧૨-૫-૨૦૧૧ ના રોજ લેવાશે...
પરીક્ષા  કેન્દ્ર : અમદાવાદ (પ્રિલીમીનરી પરીક્ષા)
(૮)    પ્રિલીમીનરી પરીક્ષા (ઓબ્જેક્ટીવ ટાઇપની ) માં ઉર્તીણ થયે મુખ્ય પરીક્ષા માં પસંદગી થશે... મુખ્ય પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાશે.
(૯)    સિવિલ સર્વીશીઝ ની મુખ્ય પરીક્ષા લેખિત અને ઇન્ટરવ્યું પદ્ધતિ થી લેવાશે....
(૧૦)   જરૂરી માહિતી માટે :: ૦૧૧-૨૩૩૮૫૨૭૧,  ૦૧૧-૨૩૩૮૧૧૨૫, ૦૧૧-૨૩૦૯૮૫૪૩ પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી થઇ શકશે.. (વર્કિગ  દિવસો દરમ્યાન )
આ પરીક્ષા ઓ માટે સખત પુરુષાર્થ જરૂરી છે... શ્રેષ્ઠ કારકિર્દી બની શકે , જો આ પરીક્ષા માં નિષ્ફળતા મળે તો પણ પરીક્ષાનો અનુભવ બેંક વીમા જેવી અન્ય પરીક્ષા ઓમાં ઉપયોગી બનશે... ગુજરાત ના યુવાનોએ કલેકટર , કે કમિશ્નર ઓફ પોલીસ બનવું હોય તો તૈયાર થઇ જાવ....