Friday, December 31, 2010

NDA માં કારકિર્દી ની તકો ...


મિલિટરી ટ્રેનિંગની સાથો સાથ સ્નાતક ડીગ્રી અપાવતી નેશનલ ડિફેન્સ એકેડમી
ઓલિવગ્રીનયુનિફોર્મમાં સૈન્યના કોઇપણ ઓફિસરને તમે જોયા હશે. સેનાના ઓફિસર તરીકે રૂઆબદાર કારકિર્દી ઘડવા ઘણા પ્રેરાય છે. પરંતુ સૈન્યના ઓફિસર કઇ રીતે બનાય તેની કોઇનેય ખબર હોતનથી. ભારતના તમામ રાજ્યોના યુવાનો (હવે તો યુવતીઓ પણ) સેનામાં ઓફિસર બનવા માટે તત્પર હોય છે. તેઓ યુ.પી.એસ.સી. દ્વારા યોજાતી વિવિધ પરીક્ષાઓ આપતા હોય છે. સેનામાં દાખલ થઇ કારકિર્દીના પગથીયાં એક પછી એક ચઢી શકાય છે. તમે ઓફિસર તરીકે ડાયરેક્ટ પ્રવેશ મેળવી મેજર અને કર્નલના પદ સુધી પણ પહોંચી શકો છો.
આર્મી ઉપરાંત એરફોર્સ અને નેવીની કારકિર્દી અંગે પણ વિચારવા જેવું છે. ખાસ કરીને સાયન્સ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે બંને પાંખો કારકિર્દીની આકર્ષક તકોઆપે છે. હવે તો એરફોર્સમાં તેમજ નૌકાદળમાં અત્યંત આઘુનિક ઉપકરણોનો ઉપયોગ થઇ રહ્યો છે.
હવેના યુગમાં બળ કરતાં કળની વઘુ જરૂર પડશે. એટલે બંને પાંખોમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતા શસ્ત્રો રડાર, જહાજો આવી ગયા છે. એક સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાન તરીકે તમને વઘુ પડકારભર્યું લાગશે. દેશમાં અન્ય ક્યાંક તમને આવા અત્યાઘુનિક ઉપકરણોનો ઉપયોગ કરવા મળશે નહીં. વળી ઓફિસર તરીકે તમારે ફોજની ઘણી મોટી ટુકડીને નેતૃત્વ પુરું પાડવાનું હોય છે.
યુ.પી.એસ.સી. દ્વારા વર્ષમાં બે વખત નેશનલ ડિફેન્સ સર્વિસ (એન.ડી..) પરીક્ષા યોજાય છે. પરીક્ષાની સાથે નેવેલ એકેડમીમાં પ્રવેશ માટેની અલગ પરીક્ષા પણ યોજાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવી તાલીમ મેળવનાર યુવાનોને આર્મી, નેવી અને એરફોર્સ એમ લશ્કરની ત્રણેય શાખામાં અધિકારી તરીકે નિમણૂંક મેળવવાની તક મળે છે. તાજેતરમાં બહાર પડેલી જાહેરાત અન્વયે ૩૩૫ યુવાનોની ભરતી થવાની છે. જેમાં ભૂમિદળમાં ૧૯૫, નૌકાદળમાં ૩૯ અને એરફોર્સમાં ૬૬ યુવાનોની ઓફિસર તરીકે નિમણૂંક થશે. તદ્ઉપરાંત નેવેલ એકેડેમીની એક્ઝિક્યુટીવ બ્રાન્ચમાં ૩૫ યુવાનોની નિમણૂંક થશે.
નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવનાર યુવાનોને પૂણે નજીક ખડકવાસલા ખાતે આવેલા એન.ડી..ના વિશાળ અને રમણીય કેમ્પસમાં રહીને તાલીમ લેવાનો અવસર પ્રાપ્ત થશે. એન.ડી..માં પ્રવેશ મેળવવાની ખાસિયત છે કે તેમાં ઓફિસર તરીકેની તાલીમની સાથે સાથે કોલેજનું શિક્ષણ પણ આપવામાં આવે છે. અહીં યુવાનોનો સર્વાંગી વિકાસ કરી તેમને રૂઆબદાર લશ્કરી અધિકારી બનાવવામાં આવે છે. એન.ડી..ના કેડેટો યુનિવર્સિટી સાથે અભ્યાસ માટે જોડાયેલા હોય છે. આમ ટ્રેનિંગ પુરી થાય તેની સાથે જે યુવાનોને સ્નાતકની પદવી પણ મળી જાય છે. આમ સરકારના ખર્ચે તાલીમ અને સ્નાતકનું શિક્ષણ મેળવવાની તક પરીક્ષા આપતા મળી શકે છે. આવી તક બીજે ક્યાં મળવાની છે?
ઉમેદવારની લાયકાતોઃ-
યાદ રહે કે પરીક્ષામાં બેસવા માટે પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે. માત્ર અપરિણિત ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
પરીક્ષામાં ધો. ૧૨ પાસ વિદ્યાર્થી બેસી શકે છે. આર્મી વિગમાં ધો. ૧૨ના ગમે તે પ્રવાહના વિદ્યાર્થીઓ નિમણૂંક મેળવી શકશે. જ્યારે એન.ડી..ની એરફોર્સ અને નેવીની બેચોમાં ધો. ૧૨ સાયન્સના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેળવી શકશે. એટલે કે બોર્ડની પરીક્ષામાં તેમણે ફિઝિક્સ અને મેથ્સ વિષયો સાથે પરીક્ષા આપી હોવી જોઇએ. જે મિત્રો અત્યારે ધો. ૧૨માં અભ્યાસ કરી રહ્યા હોય તેઓ પણ ફોર્મ ભરી શકશે. તેમને નિયત સમય મર્યાદામાં પરીક્ષામાં પાસ થયા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
એન.ડી.. પરીક્ષામાં બેસવા અંગે ઉંચાઇ, છાતી ફુલાવ્યા વગરનું માપ વજન વગેરે જેવા કેટલાક શારીરિક માપદંડો પણ ઠરાવવામાં આવ્યા છે.. નેશનલ ડીફેન્સ એકેડમી અને નેવલ એકેડમીના પ્રવેશ અંગેની લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા અંગેની સર્વગ્રાહી માહિતી યુ.પી.એસ.સી.ની સત્તાવારwww.upsc.gov.inવેબસાઇટ ઉપરથી પણ મેળવી શકાશે.
અરજી પ્રક્રિયાઃ-
યુ.પી.એસ.સી.ની તમામ પરીક્ષાઓ માટે એક સંયુક્ત ફોર્મ હોય છે.
ફોર્મ દરેક જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને હેડપોસ્ટ ઓફિસોમાં રૂ. ૨૦ની ચુકવણીથી મળી શકે છે. ફોર્મની સાથે માહિતીપત્ર પણ આપવામાં આવે છે.
તેમાં દર્શાવ્યા મુજબની પદ્ધતિથી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ માત્ર પોસ્ટ ઓફિસમાંથી મેળવેલું ઉપયોગમાં લેવાનું રહેશે. અન્યત્રથી મેળવેલું ફોર્મ રદબાતલ ઠરશે. ઝેરોક્ષ કરેલું કે છાપેલું ફોર્મ પણ ઉપયોગમાં લઇ શકાશે.
ગુજરાત રાજ્યમાં નીચેની પોસ્ટ ઓફિસોએથી યુ.પી.એસ.સી.નું ફોર્મ મેળવી શકાય છે.
ગાંધીનગર અમદવાદ (જી.પી.. નવરંગપુરા, રેવડીબજાર),અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગોધરા, હિંમતનગર, જામનગર, જુનાગઢ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ, વડોદરા
ઉપર દર્શાવેલ જિલ્લા મથકોની મુખ્ય ટપાલ કચેરીએથી રૂ. ૨૦ની રોકડ ચુકવણીથી યુ.પી.એસ.સી.નું ફોર મેળવી શકાય છે. ફોર્મની સાથે માહિતી પત્રક પણ આપવામાં આવશે.
માહિતી પુસ્તિકા વાંચ્યા પછી તેમાં દર્શાવેલી સૂચનાઓને ઘ્યાનમાં રાખીને ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી. ફોર્મ મેળવ્યા પછી સંપૂર્ણ ભર્યા પછી રૂ. ૫૦ની સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સ્ટેમ્પ (CRFS)નિયત જગ્યાએ ચોટાડીને સાથે યુ.પી.એસ.સી.ના સરનામે મોકલી આપવાનું હોય છે
નજીકની નિયત પોસ્ટ ઓફિસમાંથી યુ.પી.એસ.સી.નું ફોર્મ મેળવી આજે ફોર્મ ભરી બિડાણો સાથે સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલી આપવું.
The Secretary, Union Public Service Commission, Dholapur House, Shahjahan Road, New Delhi - 110069
પસંદગીની પ્રક્રિયાઃ-
નિયત સમય મર્યાદામાં અરજી કરનારને અમદાવાદ સહિત દેશમાં વિભિન્ન કેન્દ્રો ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પરીકષાના કેન્દ્રની પસંદગી તમે ફોર્મમાં દર્શાવી શકો છો.
પરીક્ષાના પ્રશ્નપત્રો હેતુલક્ષી પ્રકારના એટલે કે ઓબ્જેક્ટીવ સ્ટાઇલના હોય છે. જેમાં પ્રશ્નની સામે આપેલા જવાબના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરી તેની સામે નિશાની કરવાની હોય છે.
આથી અંગ્રેજી મિડીયમની બીક રાખવા જેવી નથી. પરીક્ષાનો કોર્સ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં વિગતવાર આપવામાં આવ્યો છે. તેના ઉપરથી તૈયારી કરી શકાય છે.
NDAપરીક્ષાની તૈયારી માટે જુના પ્રશ્નપત્રોના સેટ સહિત દિલ્હીના પ્રખ્યાત પ્રકાશકોની માર્ગદર્શિકા બજારમાં ઉપલબ્ધ હોય છે તેની મદદથી તમે વ્યવસ્થિત તૈયારી સાથે લેખિત પરીક્ષા આસાનીથી પાસ થઇ શકો છો.
લેખિત પરીક્ષા પાસ થનાર ઉમેદવારોને ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે.
ઇન્ટરવ્યૂમાં આવવા-જવા અને ત્યાં ત્રણ દિવસ સુધી રહેવાનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. સર્વિસ સિલેકશન બોર્ડ(SSB)ઇન્ટરવ્યુ તરકે ઓળખાતી ટેસ્ટમાં ગુ્રપ ડિસ્કશન, ગુ્રપ પ્લાનિંગ, આઉટડોર ગુ્રપ ટાસ્ક વગેરે હોય છે.
તેમાં ઉમેદવારનું વ્યક્તિત્વ, નેતૃત્વ શક્તિ અને નિર્ણય લેવાની ચપળતા ઉપરાંત પોઝિટીવ એટીટયૂડ ચકાસવામાં આવે છે. SSBઇન્ટરવ્યૂ માટે પણ માર્ગદર્શિકા બજારમાં ઉપલબ્ધ હોય છે.
વઘુ િગતો તેમજ તારીખો માટે UPSCની સત્તાવાર વેબસાઇટ www.upsc.gov.inની મુલાકાત લેવી