Navyug Live
Thursday, January 26, 2017
Tuesday, January 17, 2017
Monday, January 9, 2017
Thursday, December 15, 2016
Thursday, April 30, 2015
Sunday, January 26, 2014
Monday, January 20, 2014
પિતાની શીખ
પોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પત્તિ થઈ છે. પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન બુક’ તેને દરેક પાને સાદા શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે. તેમાંની કેટલીક :
[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.
[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.
[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.
[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.
[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.
[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.
[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.
[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.
[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.
[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.
[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.
[14] ગંદકી સામે જંગ માંડજે.
[15] પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે – ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.
[16] એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.
[17] જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.
[18] દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.
[19] કોણ સાચું તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.
[20] એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હસતાં શીખજે.
[21] જે ગાંઠ છૂટી શકે તેને કાપતો નહીં.
[22] દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
[23] યાદ રાખજે કે સફળ લગ્ન જીવનનો આધાર બે વસ્તુ પર રહે છે (1) યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવું.
[24] તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.
[25] એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા કે સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.
[26] તને માન મળે તેમાં બીજાને સહભાગી બનાવજે.
[27] ‘મને એની ખબર નથી’ એમ કહેતાં ડરતો નહિ. ‘મારાથી ભૂલ થઈ’ એમ કહેતાં અચકાતો નહિ. ‘હું દિલગીર છું’ એટલું બોલતાં ખચકાતો નહિ.
[28] ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે
[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.]
Friday, September 27, 2013
શહીદવીર ભગતસિંહ
ભારત તો વીરોની ભુમી કહેવાય
છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે
કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ
પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત
પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની
ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.
ભગત સિંહ 1907માં 27મી
સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યાં હતાં. તેમની માતાનું નામ
વિધ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ
દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના
મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને
19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો
કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે
તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં.
જ્યારે જલીયાવાલા બાગનો
હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી
જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા
શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં
તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં.
સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી. ત્યાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી.
ફ્કત 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે. આજે પણ દેશમાં જો કોઇ નવયુવાન કાંઇ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતાં અને અત્યારે પણ છે જે દેશના નામે કાંઇ પણ કરવા માટે તૈયાર છે. પોતાની માતૃભુમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ. તેથી તો આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કોઇની હિંમત નથી થતી.
ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે છે.

Sunday, September 22, 2013
એક સારો વિચાર
તમે પેલા
ગાંધીજીના ત્રણ વાંદરાનું ચિત્ર જોયું જ હશે. એક વાંદરો હાથથી આંખો બંધ કરીને બેઠો છે. બીજો બંને
કાન પર હાથ મૂકી કાન બંધ કરીને બેઠો છે. ત્રીજો
વાંદરો મોં પર બંને હાથ મૂકીને મોં બંધ કરીને બેઠો છે. આ ત્રણે વાંદરા મનના ખોરાકની જ વાત કરે છે. મન જેવું સાંભળશે,
બોલશે, જોશે, વાંચશે, વિચારશે એવું
ઘડાશે અને જેવું મન ઘડાશે એવો માણસ ઘડાશે અને એટલી જ પ્રગતિ કરી શકશે.અભ્યાસમાં આવતી કવિતા બાળકને મોઢે કરાવવી પડે છે. પણ ફિલ્મીગીતો મોઢે કરાવવાં પડતાં નથી. કારણ કે બાળકને કવિતા શાળામાં ફક્ત ગુજરાતીના પિરિયડ દરમિયાન માંડ એકાદવાર સાંભળવા મળે છે. એટલે તેના મન સુધી કવિતા પૂરી પહોંચતી નથી. મનમાં ઊતરતી નથી. એટલે કે તેના મનને કવિતા શીખવી છે પણ તેને કવિતારૂપી ખોરાક મળતો નથી. જ્યારે ફિલ્મી ગીતો તેને ઘેર, ઘરની બહાર, રસ્તામાં બધે જ વારંવાર સાંભળવા મળે છે. આવો ફિલ્મી ગીતોનો ખોરાક મનને સતત મળ્યા જ કરે છે. બાળક ફિલ્મી ગીતો આપમેળે શીખી જાય છે. જેમ ફિલ્મી ગીતો સાંભળવા મળે છે, એ રીતે બાળકને વારંવાર સંસ્કૃતના શ્લોકો બધે જ સાંભળવા મળે તો બાળકને કશું જ સંસ્કૃત ભણ્યા વગર સંસ્કૃતના અઘરામાં અઘરા શ્લોકો પણ મોઢે થઈ જાય અને તે આનંદથી શ્લોકો ગાવા લાગે.
એક સારો વિચાર બીજા અનેક સારા વિચારોને ખેંચી લાવશે અને મન દિવસે-દિવસે
વધારે મક્કમ બનતું જશે. તમારું મનોબળ આ રીતે
દ્રઢ બનશે. દઢ મનોબળથી દુનિયામાં કોઈ કામ અશક્ય નથી. તમારું મનોબળ દઢ કરવા માટે તમે આજથી જ, આજથી જ નહિ પણ અત્યારથી જ લાગી જાવ. મનને સૌ પ્રથમ તો એવા વિચારો આપો કે મનને
સહેલાઈથી કેળવી શકાય છે અને હું મારા મનને દઢ બનાવીને જ જંપીશ.