It is what we valuenot what we have, that
make us rich – J. Harold Smithમાનવી કઈ વસ્તુને કીમતી ગણે છે તે મહત્વનું છે. માત્ર પૈસાને મહત્વનો માનનારો માણસ ધનવાન નથી. ઘણા લોકોને માનવ-હૃદયની કિંમત જ હોતી નથી. પૈસાની જ ગણતરી કર્યા કરે છે. જો આપણને આપણા ઝૂંપડાનું ખૂબ મૂલ્ય હોય અને એ ઝૂંપડાનું જતન કરીને અને તેને મહત્વનું ગણીને ચાલીએ તો તે ઝૂંપડું પણ મહેલ બની જાય છે. આખરે તો આપણા વિચારો જ આપણને ગરીબ કે સમૃદ્ધ બનાવે છે. એક સુંદર વિચારનો ઝબકારો લાખ્ખો રૂપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. માણસે પોતાના વતી વિચારવાનું કામ બીજાને સોંપવું ન જોઈએ. જે બીજાના વિચારો પ્રમાણે ચાલે છે તે ગુલામ છે. તે પોતાની જાતનો દ્રોહી છે. હંમેશાં પોતાના વિચારો પ્રમાણે જ જીવવું જોઈએ. પોતાના વિચારો પ્રમાણે જ દરેક ચીજનું મૂલ્ય આંકવું જોઈએ. જો આપણે આપણાં મૂલ્યો સ્થાપિત કરીશું તો પૈસા નહીં હોય તોપણ આપણે ધનિક હોઈશું.